Short News

કર્ણાટક વિધાનસભા અધ્યક્ષે સિદ્ધરમૈયા પર લગાવ્યા આરોપ

કર્ણાટક વિધાનસભા અધ્યક્ષે સિદ્ધરમૈયા પર લગાવ્યા આરોપ

કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કેબી કોલિવાડે સિદ્ધારમૈયાને હાર માટે જવાબદાર ગણાવ્યા છે. સિદ્ધારમૈયા કોલિવાડ, રાણેબેનુર સીટ ઉપર અપક્ષના ઉમેદવાર સામે 6000 વોટથી ચૂંટણી હાર્યા છે. કોલિવાડે કહ્યું કે, કોંગ્રેસને સિદ્ધારમૈયા પાસેથી પાર્ટીની જવાબદારી પાછી લેવી જોઇએ. સિદ્ધારમૈયાએ ગુનો કર્યો છે. તેમનો હાવભાવ, ભાષા બધી જ વસ્તુઓ કોંગ્રેસ વિરુદ્ધની છે.
જાણો : મે 21, 2018નું રાશિફળ

જાણો : મે 21, 2018નું રાશિફળ

વિવિધ ગ્રહોની ચાલ આજે વિવિધ રાશિના જાતકો પર કેવી અસર કરશે, તેમનો કેવો પ્રભાવ પાડશે તે જાણવું નિર્ણયો લેવા માટે મહત્વનું છે. તેના આધારે વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપના માટે કયો રંગ શુંભ રહેશે જાણવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
ગુજરાતમાં ધોરણ 3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા વાંચી નથી શકતા

ગુજરાતમાં ધોરણ 3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા વાંચી નથી શકતા

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું કે, ગુજરાતમાં ધોરણ-3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ - 5ના 41 ટકા વિદ્યાર્થીઓ 1000થી મોટા આંકડા લખી-વાંચી શકતા નથી. ધોરણ 3,5 અને 8ના 40 ટકા વિદ્યાર્થીઓ ગણિત, પર્યાવરણ અને ભાષાના જવાબ આપી શકતા નથી. ધોરણ-3ના 50 ટકા, ધોરણ 5માં 53 ટકા શિક્ષકો ભણ્યા હોય તેનાથી જુદો વિષય ભણાવે છે.
અલ્પેશ ઠાકોરંને ટક્કર આપવા ઠાકોર સમાજનું નવું સંગઠન અસ્તિત્વમાં આવ્યું

અલ્પેશ ઠાકોરંને ટક્કર આપવા ઠાકોર સમાજનું નવું સંગઠન અસ્તિત્વમાં આવ્યું

ગુજરાતમાં ઠાકોર સેનાની મદદથી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરને ટક્કર આપવા માટે હવે ક્ષેત્રિય ઠાકોર સેના સંઘ નામનું નવું સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે. નવા સંગઠનમાં અલ્પેશના સાથીદાર સહિત હોદ્દેદારો જોડાતાં ઠાકોર સેનામાં ગાબડું પડ્યું છે. હવે ભાજપ દ્વારા અલ્પેશની ઠાકોર સેના સામે ઠાકોર સમાજનું નવું સંગઠન ઉભું કરાયું, તેના પ્રમુખ તરીકે જુગલજી ઠાકોરની વરણી થઇ છે.