Short News

કર્ણાટક : SCમાં અડધી રાતે થઇ ઐતિહાસિક સુનાવણી, શપથ ગ્રહણને નહીં અટકાવાય

કર્ણાટક : SCમાં અડધી રાતે થઇ ઐતિહાસિક સુનાવણી, શપથ ગ્રહણને નહીં અટકાવાય

સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં યેદિયુરપ્પાના શપથ ગ્રહણને અટકાવવાની સ્પષ્ટ ના કહી દીધી છે, એટલે હવે નક્કી કાર્યક્રમ પ્રમાણે સવારે 9 કલાકે BJPના યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદની શપથ લેશે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પગલું ભરતાં અડધી રાત્રે સુનવણી કરી હતી. વધુ સુનાવણી શુક્રવારે સવારે 10.30 કલાકે થશે. કોર્ટે બંન્ને પક્ષોના ધારાસભ્યોની યાદી લાવવા માટે કહ્યું છે.
અંકલેશ્વરમાં ભત્રીજીને આશીર્વાદ આપી લગ્નમંડપમાં જ કાકાએ કર્યું અગ્નિસ્નાન

અંકલેશ્વરમાં ભત્રીજીને આશીર્વાદ આપી લગ્નમંડપમાં જ કાકાએ કર્યું અગ્નિસ્નાન

અંકલેશ્વર નજીકના હાંસોટ તાલુકામાં ધમરાડ ગામ ખાતે રહેતા 55 વર્ષીય સના રાઠોડ સોમવારે સાંજે ગામમાં પોતાના ભાઈની દીકરીના લગ્ન ચાલી રહ્યા હતા તે દરમિયાન ભત્રીજીને આર્શિર્વાદ આપ્યા બાદ મંડપ બાજુમાં જઈ અચાનક પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી દીધી હતી. ભડકે બળવા લાગતા મંડપમાં દોડધામ પછી જવા પામી હતી. 108 બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્રિપુરામાં મુશળધાર વરસાદ: ભૂસ્ખલનથી 6નાં મોત, 13,000 બેઘર

ત્રિપુરામાં મુશળધાર વરસાદ: ભૂસ્ખલનથી 6નાં મોત, 13,000 બેઘર

ભારતના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં બે દિવસથી મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના લગભગ 13,000 લોકો વિસ્થાપિત બની ગયા છે. અગરતલામાં 24 કલાકમાં 27 મીમી વરસાદ પડ્યો છે. પ્રદેશની મુખ્ય નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. ગોમતી, દેવ, મનુ અને હાવરા નદીમાં દર કલાકે પાણીનું સ્તર વધતો જઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં પૂરનો ખતરો પેદા થઈ ગયો છે.
મે 22 2018 : જાણો કેવી રહેશે બજારની ચાલ?

મે 22 2018 : જાણો કેવી રહેશે બજારની ચાલ?

અમેરિકન બજારમાં અડધાથી સવા ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટ્રેડ-વૉરની ચિંતા દૂર થતાં માર્કેટમાં લેવાલી જોવા મળી હતી. માર્ચ બાદ પહેલી વખત ડાઓમાં 25,000ને પાર ક્લોઝિંગ થયું છે. બીજી તરફ એશિયામાં સુસ્ત શરૂઆત થઇ છે. ક્રૂડ ફરી 80 ડૉલર પ્રતિબેરલની નજીક પહોંચી ગયું છે. માર્કેટમાં કંપનીઓના પરિણામોની મોસમ ચાલી રહી છે. ભારતીય બજાર સીમિત દાયરામાં કારોબાર કરે તેવી શક્યતા છે.