Short News

કર્ણાટકમાં પોલીસકર્મીને આદેશ : મેદસ્વીપણું ઓછું કરો, નહીં તો જશે નોકરી

કર્ણાટકમાં પોલીસકર્મીને આદેશ : મેદસ્વીપણું ઓછું કરો, નહીં તો જશે નોકરી

કર્ણાટક પોલીસ તેમના જવાનોની ફિટનેસને લઈને એટલી ગંભીર છે કે તેમણે તેમના 14,000 પોલીસ જવાનોને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ ત્રણ મહિનામાં જવાનોએ તેમનું મેદસ્વીપણું ઘટાડવું પડશે. નહીંતર નોકરીમાંથી બરતરફ પણ કરવામાં આવી શકે છે. KSRPએ તેમના પ્લાટૂન કમાન્ડરને આદેશ આપ્યો છે કે જે પોલીસકર્મીઓનું વજન વધારે અને પેટ ફૂલેલાં હોય તેમને અલગ તારવવામાં આવે.
મેં એક બંદૂક રાખવાની ખૂબ ભારે કિંમત ચૂકવી છેઃ સંજય દત

મેં એક બંદૂક રાખવાની ખૂબ ભારે કિંમત ચૂકવી છેઃ સંજય દત

સંજય દતની બાયોફિલ્મ રિલીઝ થયા બાદ લોકોએ ફિલ્મને માત્ર વ્હાઇટ વૉશ કરનાર ગણાવી છે. પરંતુ મીડિયા સાથે વાતચીત દરમિયાન સંજય દતે પોતાનો પક્ષ મુકતા કહ્યુ કે, કોઈ વ્યક્તિ પોતાની ઈમેજ સુધારવા 50 કરોડનો ખર્ય કરે? તેણે જણાવ્યુ કે એક બંદૂકે મારી જિંદગી બરબાદ કરી નાખી અને તેની મેં ખૂબ ભારે કિંમત ચુકવી છે. તેણે બંદૂક પોતાના પરિવારની સુરક્ષા માટે રાખી હતી.
આ પાકિસ્તાની ખેલાડીએ 8 મેચમાં ફટકારી 3 સદી

આ પાકિસ્તાની ખેલાડીએ 8 મેચમાં ફટકારી 3 સદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ઈમામ ઉલ હક હાલ પોતાની ટીમ તરફથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ચોથી વન-ડે મેચમાં પણ સદી ફટકારી હતી. તેમ જ ફખર સાથે મળી પહેલી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશીપ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી તેણે માત્ર 8 વન-ડે મેચ રમી છે. આ મેચોમાં 3 સદી ફટકારી ચૂક્યો છે.
22 વર્ષીય યુવતીને બંધક બનાવી સતત 4 દિવસ 40 નરાધમો ગુજરતા રહ્યા બળત્કાર

22 વર્ષીય યુવતીને બંધક બનાવી સતત 4 દિવસ 40 નરાધમો ગુજરતા રહ્યા બળત્કાર

પંચકૂલાના મોરની હિલ્સ વિસ્તારમાં 22 વર્ષીય યુવતી પર સતત 4 દિવસ સુધી 40 નરાધમોએ ગેંગરેપ કર્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. માહિતી મળી છે કે આ યુવતીને કેંબવાલા ગામના એક ગેસ્ટ હાઉસમાં બંધક બનાવી ચાર દિવસ સુધી બળત્કાર ગુજાર્યો હતો. જો કે કોઈ રીતે આ યુવતી ગેસ્ટ હાઉસમાંથી ભાગવામાં સફળ રહી હતી અને મનીમાજરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more