Short News

સેનાએ આપ્યો ઓવૈસીને જડબાતોડ જવાબ

સેનાએ આપ્યો ઓવૈસીને જડબાતોડ જવાબ

આતંકવાદી હુ્મલામાં શહીદ જવાનો પર AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા 7 લોકોમાંથી 5 કાશ્મીરી મુસલમાન હતા તેમજ જે લોકો મુસલમાનને પાકિસ્તાની સમજે તેણે આમાથી શીખ લેવી જોઈએ. તેના જવાબમાં સેનાએ સ્પષ્ટતા કરી કે કોઇપણ શહીદનો કોઇ ધર્મ હોતો નથી.
ટી20 લીગઃ હૈદરાબાદ સામે મુંબઈની હાર બાદ છલકાઈ રોહિતની આંખો

ટી20 લીગઃ હૈદરાબાદ સામે મુંબઈની હાર બાદ છલકાઈ રોહિતની આંખો

ટી20 લીગ 2018ની 11મી સિઝન મુંબઈ ટીમ માટે ભારે નિરાશજનક સાબિત થઈ છે. ગઈ કાલે હૈદરાબાદ સામે મંગળવારે રમાયેલી મેચમાં ટીમ લો સ્કોરિંગ મેચમાં પણ મુંબઈ 31 રનથી હારી ગઇ હતી ત્યારે મુંબઈના ખરાબ પ્રદર્શને લઈ મેચ બાદ મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્નીની આંખોમાંથી આંસુ છલકાતા હોય તેવી તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.
Nokia X6 સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા ફિચર્સ થયા લીક

Nokia X6 સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા ફિચર્સ થયા લીક

એચએમડી ગ્લોબલ દ્વારા 27મી એપ્રિલે પોતાની Nokia X સિરીઝના બે સ્માર્ટફોન લોન્ચ કરે તેવી શક્યતા છે. પરંતુ આ સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા તેના ફિચર્સ લીક થઈ ગયા છે. Nokia X6માં 5.8 ઈંચ ડિસ્પ્લે, 4જીબી રેમ, 64 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ અને 6જીબી રેમ, 128જીબી ઈનબિલ્ટ સ્ટોરેજમાં ઉપલબ્ધ હશે. ફોનની 64 જીબી વોરિયંટની કિંમત 16000 રૂ. હોવાની શક્યતા છે.
યુરોપના પ્રિન્સ હેરી અને મેગન માર્કલે બ્રોકના લગ્નમાં પ્રિયંકા ચોપરા આપશે હાજરી

યુરોપના પ્રિન્સ હેરી અને મેગન માર્કલે બ્રોકના લગ્નમાં પ્રિયંકા ચોપરા આપશે હાજરી

યુરોપના પ્રિન્સ હેરી અને મેગન માર્કલ બ્રોકની સગાઇના સમાચાર જાહેર થયા બાદ પ્રિયંકા તેની બેસ્ટ ફ્રેન્ડના રોયલ લગ્નમાં હાજરી આપશે તેવી ખબરો વહેતી થઈ છે. ફોરેન મીડિયાએ પુષ્ટિ આપી છે કે પ્રિયંકા આ શાહી લગ્નમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે હોલિવૂડ અભિનેત્રી મેગન અને પ્રિયંકા સારા મિત્રો છે. ત્યારે જોવુ રહ્યુ કે પ્રિયંકા તેની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપશે?