Short News

2019માં લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે કરાવાશે?

2019માં લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે કરાવાશે?

PM મોદી સરકારની ઈચ્છા આગામી વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાવાની છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ બાબતે ચૂંટણી પંચનો અભિપ્રાય માંગશે કે શું આગામી વર્ષે શરૂઆતમાં અલગ અલગ તબક્કામાં લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવી શકાશે? લો કમિશન તરફથી એક રિપોર્ટ સબમિટ કરાવ્યા બાદ ચૂંટણી પંચનો અભિપ્રાય લેવામાં આવશે.
ફિલ્મ 'વીરે દી વેડિંગ'નું ટ્રેલર થયું લોન્ચ
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/IZODr96ZRCc" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

ફિલ્મ 'વીરે દી વેડિંગ'નું ટ્રેલર થયું લોન્ચ

ફિલ્મ ‘વીરે દી વેડિંગ' દ્વારા કરીના કપૂર બે વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા દ્વારા અભિનીત આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરી દેવાયું છે. આ ખાસ અવસરે ફિલ્મની બધી એક્ટ્રેસ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ ચાર બિન્દાસ્ત બહેનપણીઓની વાત છે જે લગ્નના નામથી ભાગે છે.
આસારામના 400 આશ્રમો, જમીન, અબજોનું સામ્રાજ્ય આ લોકો સંભાળશે

આસારામના 400 આશ્રમો, જમીન, અબજોનું સામ્રાજ્ય આ લોકો સંભાળશે

આસારામ ઉર્ફે આસુમલ તાઉમલ હરપલાણીને સગીરાના યૌનશોષણ કેસમાં મૃત્યુપર્યંત કેદની સજા મળી છે. યુકે, યુએસએ, હોંગકોંગ, કેનેડા સુધી 400 કરતા વધુ આશ્રમોના તેમના નેટવર્ક અને આ નેટવર્કથી ચલાવાતા રૂ. 20,000 કરોડથી વધુના સામ્રાજ્યને તેમનો પુત્ર નારાયણ જેલમાં રહેતા સંભાળી શકશે નહીં. હવે આ કારોબાર આસારામની પુત્રી ભારતી અને તેમનો જમણો હાથ ગણાતા ઉદય સાંઘાણી સંભાળી શકે છે.
હાર્દિક પટેલની Y કેટેગરીની સુરક્ષી પાછી ખેંચાઇ

હાર્દિક પટેલની Y કેટેગરીની સુરક્ષી પાછી ખેંચાઇ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને વાય પ્લસ કેટેગરી અંતર્ગત કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના 8 જવાનોની સુરક્ષા મળી હતી. વાય પ્લસ સિક્યોરિટીથી સજ્જ હાર્દિક ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરતો જોવા મળ્યો હતો. હાર્દિકની સુરક્ષા હટાવવાનો નિર્ણય કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ગઈકાલે મંગળવારે લીધો હતો.