Short News

ફિઝિક્સમાં 5 ટકા અને બાયોલોજીમાં 20 ટકા લાવો તો MBBSની સીટ પાક્કી

ફિઝિક્સમાં 5 ટકા અને બાયોલોજીમાં 20 ટકા લાવો તો MBBSની સીટ પાક્કી

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રંસ ટેસ્ટ (NEET)માં ફિઝિક્સમાં 5 ટકા, કેમેસ્ટ્રીમાં 10 ટકા અને બાયોલોજીમાં 20 ટકા મેળવનારા વિદ્યાર્થીઓને મેડિકલમાં સીટ મળી છે. NEETની પર્સેંટાઈલ સિસ્ટમને કારણે છેલ્લા બે વર્ષોથી આવું થાય છે. 2016માં NEET ફરજિયાત કરતાં પહેલા જનરલ કેટેગરી માટે કટ-ઑફ 50 ટકા અને અનામત વર્ગ માટે 40 ટકા હતું. 2016 પછી કટઑફ 50 અને 40 પર્સેંટાઈલ કરાયું છે.
આ વર્ષે ચોમાસાનો પ્રથમ વરસાદ 21 થી 25 મે સુધીમાં થશે

આ વર્ષે ચોમાસાનો પ્રથમ વરસાદ 21 થી 25 મે સુધીમાં થશે

વનસ્પતિનાં લક્ષણો, ચૈત્ર માસનાં દનૈયા, હુતાશણી અને અખાત્રીજનાં દિવસનાં પવનો સહિતની બાબતોનાં આધારે વાર્તારો કાઢતા જૂનાગઢના મોહનભાઈ દલસાણીયાએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે પ્રથમ વરસાદ 21 થી 25 મે સુધીમાં થશે. જ્યારે રેગ્યુલર ચોમાસું 22 જુને બેસશે. આ વર્ષે એકંદરે દનૈયા 38 થી 42 ડિગ્રી તાપમાને તપેલા છે. તેથી આ વર્ષે વરસાદ સારો થવાના સંજોગો છે.
એપ્રિલ 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

એપ્રિલ 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.13 પૈસાનો વધારો થતા 73.53 રૂપિયા પ્રતિલીટર થઇ છે. ગઇ કાલે 20 એપ્રિલ, 2018ના રોજ પેટ્રોલની કિંમત 0.01 પૈસા વધઘટ સાથે 73.40 રૂપિયા પર સ્થિર રહી હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.
CSK Vs RR: વોટસને ફટકારી સદી,  ચૈનાઈનો 64 રને ભવ્ય વિજય

CSK Vs RR: વોટસને ફટકારી સદી, ચૈનાઈનો 64 રને ભવ્ય વિજય

રાજસ્થાન અને ચૈન્નાઈ વચ્ચે રમાયેલી મેચમાં આખરે ચૈન્નાઈએ બાજી મારી લીધી હતી. ચૈન્નાઈએ વોટસનની તોફાની સદીની મદદથી ચૈન્નાઈએ રાજસ્થાનને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન માત્ર 140 રન જ કરી શકી હતી અને ચૈન્નાઈનો 64 રને ભવ્ય વિજય થયો હતો. આ વિજયને લીધે ચૈન્નાઈ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયુ છે.