Short News

PMAY હેઠળ MIG ગ્રુપના આવાસોના કાર્પેટ એરિયા વધારવા મંજુરી

PMAY હેઠળ MIG ગ્રુપના આવાસોના કાર્પેટ એરિયા વધારવા મંજુરી

મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરોની સાઇઝમાં મોટો ફેરફાર કર્યો છે. મિડિલ ઇનકમ ગ્રુપ એટલે કે એમઆઇજી-I અને એમઆઇજી-II કેટેગરીના ઘરોનો કાર્પેટ એરિયા વધારી દેવામાં આવ્યો છે. એમઆઇજી-I માં એરિયા 120 વર્ગમીટરથી વધારીને 160 વર્ગમીટર કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ એમઆઇજી-II માં ઘરોનો એરિયા 150 વર્ગમીટરથી વધારીને 200 વર્ગમીટર કરી દેવામાં આવ્યો છે.
7 હજારથી વધુ ભારતીય નાગરીકોએ અમેરિકા પાસે માંગ્યો આશરો

7 હજારથી વધુ ભારતીય નાગરીકોએ અમેરિકા પાસે માંગ્યો આશરો

UNHCRના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017માં શરણ લેવા સૌથી વધુ અમેરિકાને અરજી કરવામાં આવી છે. એજન્સીએ જાહેર કરેલા વાર્ષિક ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટ વર્ષ 2017 દરમિયાન અંદાજે 1.62 કરોડ લોકો વિસ્થાપિત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઇના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017 દરમિયાન મેક્સિકોના 26,100 અને ચીનના 17,400, હેતીના 8,600 અને ભારતના 7,400 લોકોએ અમેરિકામાં આશરો લેવા અરજી કરી.
તણાવ માટે રામબાણ ઈલાજ છે તીખી ચેરીનો જ્યૂસ

તણાવ માટે રામબાણ ઈલાજ છે તીખી ચેરીનો જ્યૂસ

લુઈસિયાના સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચર્સે કરેલા અભ્યાસ જાણવા મળ્યુ છે કે, તીખી ચેરીનો જ્યુસ તણાવ માટેનો રામબાણ ઈલાજ છે. તણાવ અને ઊંઘનો અભવ એ આજકાલની લાઈસ્ટાઈલની કોમન પ્રોબ્લમ છે. ત્યારે સારી ઊંઘ માટે તેમજ તણાવને દૂર કરવા માટે તીખી ચેરીનો જ્યૂસ ખૂબ જ ફાયદા કારક છે. જેને પીધા પછી 10 જ મિનિટમાં બાળકોની જેમ ઊંઘ આવી જશે.
મોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ

મોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર તરફ આગળ વધી રહ્યુ છે અને ટૂંક સમયમાં જ મધ્ય ભારતને કવર કરી લેશે. આસામના બાકીના ભાગો, મહારાષ્ટ્રના અમુક વધુ ભાગો, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો, ઝારખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટેની સ્થિતિ અનુકૂળ બનતા 23 થી 25 જૂન સુધીમાં વરસાદ પડવાની સંભાવના છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more