Short News

આ વર્ષે ચોમાસુ રહેશે સામાન્ય, હવામાન વિભાગે કરી આગાહી

આ વર્ષે ચોમાસુ રહેશે સામાન્ય, હવામાન વિભાગે કરી આગાહી

હાલ ભારતના મોટાભાગના રાજ્યોમાં ઉનાળો પોતાના અસલ મિજાજમાં છે ત્યારે આ વર્ષે પણ ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગની આગહી મુજબ ચાલુ વર્ષે 97 ટકા વરસાદ થશે અને જૂનનાં પ્રથમ સપ્તાહમાં ચોમાસાનો પ્રારંભ થશે. આ વર્ષે સમગ્ર સીઝનમાં 96 થી 104 ટકા વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે સતત 3જા વર્ષે પણ ચોમાસુ સામાન્ય રહેશે.
બ્રિટનના શાહી પરિવારમાં છોટે રાજકુમારની પધરામણી, કેટે આપ્યો દીકરાને જન્મ

બ્રિટનના શાહી પરિવારમાં છોટે રાજકુમારની પધરામણી, કેટે આપ્યો દીકરાને જન્મ

બ્રિટનના રાજપરિવારના મોટા પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટને ત્રીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપ્યો છે જે શાહી ગાદીનો પાંચમા ક્રમનો વારસદાર બન્યો છે. કેંસિંગ્ટન પેલેસે એક નિવેદનમાં જણાવ્યું છે કે શિશુનો જન્મ સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:01 કલાકે થયો છે. બીબીસીના રિપોર્ટ પ્રમાણે બાળકનો જન્મ સેન્ટ મેરી હોસ્પિટલમાં થયો છે.
Wow : કાશ્મીરમાં હવે ચાલશે આવી ખાસિયતો ધરાવતી કાચની ટ્રેન

Wow : કાશ્મીરમાં હવે ચાલશે આવી ખાસિયતો ધરાવતી કાચની ટ્રેન

કાશ્મીરની ઘાટીઓની આહલાદક સુંદરતા પ્રવાસીઓ માણી શકે તે માટે રેલવે ખાસ પારદર્શક કોચ બનાવ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરનારા ફક્ત બંને બાજુ જ નહીં પરંતુ છત પરથી પણ નજારો જોઈ શકશે. રેલવે વિભાગ હવે માત્ર રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોવે છે. આ પ્રકારનો કોચ પહેલા જ કાશ્મીર પહોંચાડી દેવાયો છે અને ટ્રાયલ પણ પૂર્ણ કરાઈ છે. સૌથી પહેલા ટ્રેનને બડગામ-શ્રીનગર રૂટ પર ચલાવાશે.
તરબુચ મીઠું હશે કે ફિક્કું? આ રીતે ચકાસો

તરબુચ મીઠું હશે કે ફિક્કું? આ રીતે ચકાસો

ઉનાળો આવે એટલે તરબુચ સાથે લાવે. તરબુચ ખરીદનારાનો સામાન્ય પ્રશ્ન એ જ હોય છે કે તરબૂચ મીઠું હશે કે નહીં? તરબૂચ પર પીળા ડાઘ હોય તો તેનો અર્થ છે કે તેને ખેતરોમાં તડકામાં સારી રીતે પકવવામાં આવ્યું છે. એક સાઇઝના બે તરબૂચમાંથી જે વધારે વજનવાળું હશે તે વધારે રસદાર અને મીઠું હશે. શક્ય હોય ત્યાં સુધી ઓવલ શેપનું તરબૂચ જ ખરીદો. તેમાં મીઠાશ વધારે હોવાની શક્યતા હોય છે.