Short News

ભાગ્યમાં સફળતા લખાવીને જન્મે છે આ 3 રાશિના લોકો

ભાગ્યમાં સફળતા લખાવીને જન્મે છે આ 3 રાશિના લોકો

માત્ર ભાગ્ય દ્વારા સફળતા મળતી નથી, તે માટે જરૂરી છે મહેનત, સતત પ્રયાસ, દ્રઢસંકલ્પ અને આત્મ વિશ્વાસ. સારુ ભાગ્ય તમારો રસ્તો સરળ બનાવે છે પણ આમાંની કોઈ એક પણ વસ્તુ ઓછી હોય તો તમે સફળ થવાથી ચૂકી જશો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેની કુંડળીમાં ગુરુ, મંગળ અને શનિની શુભ સ્થિતિમાં હોય તો તે એક પ્રકારની જન્મજાત સફળતા લઈને જન્મે છે.

IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને 3 વિકેટે હરાવ્યું

IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને 3 વિકેટે હરાવ્યું

IPLની 11મી સીઝનની 22મી મેચ આજે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર દિલ્હી ડેરેડિવ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં પંજાબે દિલ્હીને 3 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા છે. આ સાથે દિલ્હી 144 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 138 રન બનાવી શકી હતી.
76 ટકા લોકો ઈચ્છે છે કે રેપિસ્ટને ફાંસી મળે : સર્વે

76 ટકા લોકો ઈચ્છે છે કે રેપિસ્ટને ફાંસી મળે : સર્વે

કેન્દ્ર સરકારે પોક્સો એક્ટમાં સંશોધનને લઈને કરવામાં આવેલાં અધ્યાદેશને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે મંજૂરી આપી દીધી. આ અંગે સોમવારે લોકલ સર્કલ્સ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પોક્સો એક્ટને લઈને 40,000થી વધુ લોકોમાં 6 સર્વે કર્યાં. જેમાં 76 ટકા નાગરિક ઈચ્છે છે કે દુષ્કર્મીને ફાંસીની સજા આપવામાં આવે.  86 ટકા લોકો ઇચ્છે છે રેપિસ્ટને 6 મહિનામાં સજા મળે.
IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને આપ્યો 144 રનનો ટાર્ગેટ

IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને આપ્યો 144 રનનો ટાર્ગેટ

IPLની 11મી સીઝનની 22મી મેચ આજે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર દિલ્હી ડેરેડિવ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ રહી છે. દિલ્હીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા છે. આ સાથે દિલ્હી 144 રનના ટાર્ગેટનો પીછો કરશે.