Short News

ભારતનો મોસ્ટ વોન્ટેડ આરોપી UAEએ પાક.ને સોંપ્યો

ભારતનો મોસ્ટ વોન્ટેડ આરોપી UAEએ પાક.ને સોંપ્યો

UAEની સરકારે ભારતીય એજન્સીઓને મોટો આંચકો આપ્યો છે. આપને જણાવી દઈએ કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો નજીકનો ગણાતો તેમજ ભારતનો મોસ્ટ વોન્ટેડ ફારૂખ દેવડીવાલાને પાકિસ્તાનને સોંપી દીધો છે. ફારૂખ દેવડીવાલાની દુબઈમાંથી 12 મેનાં રોજ ધરપકડ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, તેના પર ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને ભાજપના નેતા હરેન પંડ્યાની હત્યાનો આરોપ છે.
70 વર્ષ બાદ ઇઝરાયલ યહૂદી રાષ્ટ્ર જાહેર

70 વર્ષ બાદ ઇઝરાયલ યહૂદી રાષ્ટ્ર જાહેર

ઇઝરાયલની સંસદ નેસેટે ગુરૂવારે વિવાદિત 'જ્યૂસ નેશન બિલ'ને કાયદાનો દરજ્જો આપી દીધો છે. જે અનુસાર, ઇઝરાયલ હવે યહૂદી રાષ્ટ્ર ગણાશે. અરબી પાસેથી પણ દેશની અધિકારીક ભાષાનો દરજ્જો છીનવાઇ ગયો છે. આ બિલ પાસ થયા બાદ અવિભાજિત યેરૂશલેમ, ઇઝરાયલની રાજધાની હશે. ઇઝરાયલનું ગઠન 1948માં યહૂદીઓની ધરતી તરીકે કરવામાં આવ્યું હતું.
પ્રખ્યાત ગીતકાર ગોપાલદાસ નીરજનું 93 વર્ષે નિધન

પ્રખ્યાત ગીતકાર ગોપાલદાસ નીરજનું 93 વર્ષે નિધન

મેરા નામ જોકર, શર્મીલી અને પ્રેમ પુજારી જેવી જાણીતી ફિલ્મોના લોકપ્રિય ગીતોના જાણીતા ગીતકાર ગોપાલદાસ નીરજનું 93 વર્ષની વયે ગુરુવારે સાંજે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમને મહાકવિ પણ કહેવામાં આવતા હતા. નીરજ સોમવારે પોતાની પુત્રીને મળવા આગ્રા ગયા હતા. બાદમાં તબિયત બગડી હતી. નીરજને 1991માં પદ્મશ્રી, 2007માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિખ્યાત ગાયક લકી અલીને પણ થયું કેન્સર

વિખ્યાત ગાયક લકી અલીને પણ થયું કેન્સર

90ના દાયકામાં પોતાના પૉપ ગીતોથી આખી એક જનરેશનને પોતાની દિવાની બનાવનારો લકી અલી અત્યારે સંગીતની દુનિયાથી દૂર છે. જોકે, તેની એક ટ્વીટે તેના ફેન્સની ચિંતા વધારી દીધી છે. લકી અલીએ લખ્યું, ‘ડિયર કીમોથેરેપી, તુ ક્યારેય છેલ્લો વિકલ્પ ન હોઈ શકે.' આ ટ્વીટ જે હેન્ડલ પરથી કરવામાં આવી છે તે લકી અલીનું ઑફિશિયલ એકાઉન્ટ હોવા અંગે આશંકા છે. સાથે જ આ હેન્ડલ બ્લૂટિક નથી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more