Short News

પ્રિયા પ્રકાશના બચાવમાં આવલા જિજ્ઞેશ મેવાણી પર માછલા ધોવાયા

પ્રિયા પ્રકાશના બચાવમાં આવલા જિજ્ઞેશ મેવાણી પર માછલા ધોવાયા

'વિંક ગર્લ' તરીકે રાતોરાત સેલિબ્રિટી બની ગયેલી પ્રિયા પ્રકાશ વારિયર મુદ્દે ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ ચેટ વોરમાં કૂદી પડતા કહ્યું, પ્રિયાએ મારેલી આંખ એ 'વેલેન્ટાઈન્સ ડે'ના આરએસએસના વિરોધનો જવાબ છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકોએ જિજ્ઞેશ મેવાણીને ટ્રોલ કર્યો હતો.
રેલવેમાં નોકરી મેળવવા માટે અરજી કરનાર મહિલાઓ માટે સારા સમાચાર

રેલવેમાં નોકરી મેળવવા માટે અરજી કરનાર મહિલાઓ માટે સારા સમાચાર

રેલવે નોકરી મેળવવા માટે અરજી કરનાર મહિલાઓ માટે સારા સમાચાર છે. કેમ કે, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ ડીમાં નોકરી મેળવવા માટે લઘુત્તમ યોગ્યતામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા નિયમોમાં ફેરફાર કરાતા કર્મચારીની પત્ની અથવા વિધવા ઉમેદવાર માટે લેવલ-1 માટે નોકરીની લઘુત્તમ લાયકાતને હટાવી દેવામાં આવી હતી.
યાત્રીગણ કૃપિયા ધ્યાન દે, હવે રેલવે આપશે પાણીની બોટલ ફ્રી

યાત્રીગણ કૃપિયા ધ્યાન દે, હવે રેલવે આપશે પાણીની બોટલ ફ્રી

રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે કેમ કે હવે તમારી ટ્રેન જો સફર દરમિયાન 2 કલાક મોડી થશે તો રેલવે દ્વારા પાણીની બોટલ ફ્રી આપવામાં આવશે તેમજ સાથે ન્યુઝ પેપર પણ આપવામાં આવશે. જો કે સેવા માત્ર પ્રીમિયમ ટ્રેનોના મુસાફરો માટે જ છે. રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે જો રેલ નીયર ઉપલબ્ધ ન હોય તો કોઈ અન્ય બ્રાન્ડનું પાણી આપવામાં આવશે.
રાજનાથ સિંહ સેલવાસની મુલાકાતે, 83 કરોડની વિવિધ વિકાસ યોજનાનું કર્યુ લોકાર્પણ

રાજનાથ સિંહ સેલવાસની મુલાકાતે, 83 કરોડની વિવિધ વિકાસ યોજનાનું કર્યુ લોકાર્પણ

આજે ગૃહપ્રધાન રાજનાથસિંહે દાદરાનગર હવેલીના સેલવાસમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે તેને સાંભળવા માટે સેલવાસ, વલસાડ, દમણથી મોટી સંખ્યામાં લોકો, ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. ગૃહમંત્રીએ દાદરા અને નગર હવેલીની 83 કરોડની વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ અન્ય યોજનાની જાહેરાત પણ કરી હતી.