Short News

છત્તીસગઢના જગદલપુર-ભિલાઇને આજે આ ભેટ આપશે PM મોદી

છત્તીસગઢના જગદલપુર-ભિલાઇને આજે આ ભેટ આપશે PM મોદી

PM મોદી આજે એક દિવસના છત્તીગઢના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી નયા રાયપુર સ્માર્ટ સિટી અને ભિલાઈ નગરમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી નયા રાયપુર સ્માર્ટ સિટી જશે અને ત્યાં વીજળી, પાણી, સ્વચ્છતા, યાતાયાત મેનેજમેન્ટ, એકીકૃત ભવન પ્રબંધન, સિટી કનેક્ટિવિટી અને ઈન્ટરનેટ ડેટા સેન્ટર તથા નિયંત્રણ કેન્દ્રનું લોકાર્પણ કરશે.
આમના મૃત્યુ બાદ ઘણા દેશોની કરન્સી બદલાઇ જવાની સંભાવના

આમના મૃત્યુ બાદ ઘણા દેશોની કરન્સી બદલાઇ જવાની સંભાવના

બ્રિટનના ચલણ પર 92 વર્ષીય ક્વીન એલિઝાબેથ દ્વિતિયની તસવીર છાપવામાં આવે છે. તેમનાં મૃત્યુ બાદ પ્રિન્સ ચાર્લ્સ મહારાજા બનતા તેમની જ તસવીર છપાશે. તેના કારણે ઓસ્ટ્રેલિયન ડોલર, ન્યૂઝીલેન્ડ ડોલર, સાઇપ્રસના લીરા, ફિજીના ડોલર, કેનેડિયન ડોલર, બહામાસ ડોલર, બેલીસ ડોલર, કેમેન આઇસલેન્ડ ડોલર, વર્જિન આઇલેન્ડ ડોલર, એન્ટીગુઆ અને બારબૂડાના કેરેબિયન ડોલર પર તસવીર બદલાશે.
સુરતમાં બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનનો વિરોધ

સુરતમાં બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનનો વિરોધ

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનથી નારાજ સુરતના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી, આ રેલીમાં કોસંબા, કામરેજ અને પલાસાણાના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોનો આરોપ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે ખેડૂતોની 180 હેક્ટર જમીન છીનવાઇ જવાની આશંકા છે. ખેડૂતોનું કહેવું છે કે અમને 2018ના કાયદા મુજબ વળતર ચૂકવવું જોઇએ.
NCMC કાર્ડ : ટ્રાન્સપોર્ટેશન સંબંધિત તમામ પ્રશ્નોનો એક જવાબ

NCMC કાર્ડ : ટ્રાન્સપોર્ટેશન સંબંધિત તમામ પ્રશ્નોનો એક જવાબ

ભારતના તમામ મહાનગરોમાં મેટ્રો, રેલવે, લોકલ બસ અને ઓટો ટેક્સી જેવા તમામ સાર્વજનિક વાહનોમાં ભાડું હવે તમે એક જ કાર્ડ દ્વારા કરી શકશો. આ સાથે જ આ કાર્ડમાં ટોલ ટેક્સ અને પાર્કિંગની ફીઝ પણ ચુકવવાની સુવિધા સામેલ કરી લેવામાં આવી છે. આ માટે કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે ‘નેશનલ કોમન મોબેલિટી કાર્ડ(NCMC)' દ્વારા મળવાવાળી સુવિધામાં વધારો કર્યો છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more