Short News

PM મોદી આજથી 5 દિવસ યુરોપના પ્રવાસે, દિલ્હીથી પહોંચશે સ્વીડન

PM મોદી આજથી 5 દિવસ યુરોપના પ્રવાસે, દિલ્હીથી પહોંચશે સ્વીડન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની યુરોપ યાત્રા માટે રવાના થવાના છે. 5 દિવસની વિદેશ યાત્રામાં વડાપ્રધાન મોદી સ્વીડન અને બ્રિટનની મુલાકાત કરશે. તેઓ સ્વીડનથી મંગળવારે રાતે લંડન પહોંચશે. અહીં મોદી કોમનવેલ્થ સમિટમાં ભાગ લેશે. તેઓ બુધવારે ઐતિહાસિક સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટરમાં ભારતીયોની સાથે જ દુનિયાના લોકો સાથે 'ભારતકી બાત, સબકે સાથે' કાર્યક્રમને સંબોધિત કરશે.
'પોક્સો' એક્ટ સંશોધને કેબિનેટે આપી લીલી ઝંડી

'પોક્સો' એક્ટ સંશોધને કેબિનેટે આપી લીલી ઝંડી

શનિવારે કેબિનેટની બેઠકમાં 'પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ' એટલે કે પોક્સો એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેને આજે કેબિનેટે સંશોધનને મંજૂરી આપી દીધી છે. હવે પછી નવા કાયદા પ્રમાણે 0-12વર્ષની ઉંમર સુધીના બાળકોના રેપના અપરાધીને મોતની સજા આપી શકાશે. આત્યાર સુધી આ એક્ટ અંતર્ગત વધુમાં વધુ આજીવન કેદની સજા હતી.
પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભારત સાથે ફાડ્યો છેડો

પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભારત સાથે ફાડ્યો છેડો

ભાજપના સિનિયર લીડર અને પૂર્વ નાણા મંત્રી યશવંત સિન્હાએ ભારત સાથે છેડો ફાડ્યો છે.યશવંત સિન્હાએ પોતાના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે હું ભાજપ સાથેના મારા સંબંધોનો અંત લાવુ છું તેમજ તમામ પ્રકારના પાર્ટી પોલિટિક્સમાંથી પણ સંન્યાસ લઇ રહ્યો છું. સિન્હાએ પટનામાં પોતાના આ નિર્ણયની માહિતી આપતા કહ્યુ હતુ કે, આજે લોકતંત્ર ખતરામાં છે.
સોજીત્રામાં રસ્તા પર દૂધ ઢોળી પશુપાલકોએ દર્શાવ્યો સફેદ વિરોધ

સોજીત્રામાં રસ્તા પર દૂધ ઢોળી પશુપાલકોએ દર્શાવ્યો સફેદ વિરોધ

આણંદના સોજીત્રામાં પશુપાલકોએ આણંદની દૂધ મંડળીઓ વિરૂધ્ધ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. માહિતી મળી છે કે, આણંદના સોજીત્રામાં કારણ વગર દૂધ મંડળીની બહાર દૂધ ન સ્વીકારવાની નોટિસ લગાવતા રોષે ભરાયેલા 200થી વધુ પશુપાલકાએ બહાર રસ્તા પર જ 1800 લિટલ જેટલુ દૂધ ઢોળી સસ્તા પર દૂધની નદીઓ વહેડાવી વિરોધ કર્યો હતો.