Short News

અન્ય બેંકો પર પડી શકે છે PNBના કૌભાંડની અસર

અન્ય બેંકો પર પડી શકે છે PNBના કૌભાંડની અસર

ભારતમાં જાહેર ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકમાં લગભગ 1.77 અબજ ડોલર(11,500 કરોડ રૂપિયા)નું કૌભાંડ પકડાયું છે. જાણકારોનું માનવું છેકે, તેની અસર અન્ય બેંકો પર પણ પડી શકે છે. બેંકે આંકલન કરશે કે શું આ ટ્રાન્જેક્શનથી તેની કોઈ દેણદારી તો નથી બનતીને.
પ્રીતિ ઝિંટાની છેડતી કેસ: નેસ વાડિયા સામે ચાર્જશીટ

પ્રીતિ ઝિંટાની છેડતી કેસ: નેસ વાડિયા સામે ચાર્જશીટ

બોલિવૂડની પૂર્વ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા સાથે સાથે છેડતીનો મામલે પોલીસે મંગળવારે નેસ વાડિયા વિરૂદ્ધ 200 પેજની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. જોકે નેસ વાડિયાને સમયે 20,000 રૂ.ના પર્સનલ બોન્ડ પર છોડી દેવામાં આવ્યો છે. પ્રીતિ ઝિંટા સાથે છેડતીની ઘટના 30 મે, 2014ના દિવસે બની હતી.
કંગના રાણાવત રાજકારણમાં ઝંપલાવશે

કંગના રાણાવત રાજકારણમાં ઝંપલાવશે

બોલિવૂડમાં પોતાના અભિનયના દમ પર આગવું સ્થાન બનાવનારી કંગના રનોટ હવે રાજકારણમાં ઝંપલાવવા જઈ રહી છે. કંગના હવે રાજકારણ શીખી રહી છે અને તેથી જ ફિલ્મોના સિલેક્શનમાં પણ ખૂબ સતર્કતા વર્તી રહી છે, જેથી ઈમેજ સારી બની શકે. કંગના ગૃહરાજ્ય હિમાચલપ્રદેશથી ચૂંટણી લડી શકે છે.
ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો મોખરે

ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો મોખરે

ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોશિએશન ઑફ ઇન્ડ્યિયા (IAMAI) અને Kantar IMRB દ્વારા પ્રકાશિત રિપોર્ટ ‘ઇન્ટરનેટ ઇન ઇન્ડિયા 2017'માં જણાવાયું છે કે આજે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો મોખરે છે. રિપોર્ટ અનુસાર આશરે 18.29 કરોડ લોકો દરરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ગ્રામીણ ભારતમાં આ સંખ્યા 9.8 કરોડ છે. 2018 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 50 કરોડનૌ આંક વટાવી જશે.