Short News

પ્રવીણ તોગડિયાએ VHP છોડ્યું, 17 એપ્રિલથી અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ કરશે

પ્રવીણ તોગડિયાએ VHP છોડ્યું, 17 એપ્રિલથી અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ કરશે

VHP નેતા પ્રવીણ તોગડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વી.એસ કોકજે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની ચૂંટણીમાં વિજેતા બન્યા છે. નારાજ તોગડિયાએ VHP છોડ્યું છે. 17 એપ્રિલથી અનિશ્ચિતકાળ સુધી અમદાવાદમાં ઉપવાસ કરશે. ચૂંટણીમાં વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ વિષ્ણુ સદાશિવ કોકજે વચ્ચે મુકાબલો હતો.
દક્ષિણ ગુજરાતમાં ધરા ધ્રૂજી, 3.7 તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો આચકો

દક્ષિણ ગુજરાતમાં ધરા ધ્રૂજી, 3.7 તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો આચકો

આજે સાંજે આશરે 4.56 કલાકે મધ્ય અને દક્ષિણ ગુજરાત 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધણધણી ગયુ હતુ. માહિતી મળી છે કે, આ આંચકાનું એપિસેન્ટર ભરૂચ પાસે હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. 10 સેકન્ડ સુધી ધરા ધ્રૂજતા લોકો ભયભીત થઈ ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે આ ભૂકંપમાં કોઈ જાન હાનિ થઈ નથી. સુરત, માંગરોળ, માંડવી, ડેડિયાપાડા, આંચકા અનુભવાયા છે.
ભાગેડુઓની હવે ખેર નથી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

ભાગેડુઓની હવે ખેર નથી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કૌભાંડીઓ કૌભાંડ આચરી દેશ છોડીને ભાગી જાય છે. ત્યારે તેને ગંભીરતાથી લેતા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં નાસી જનાર કૌભાંડીઓની સંપત્તિ હવે જપ્ત થઈ શકે છે. તેમજ તેની સંપતિને વેંચી બેંકના લોનની રકમની ચુકવણી કરી શકાશે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ અંગેના ઓર્ડિયન્સને મંજૂરી આપી છે.
170 વર્ષથી વીરાન છે આ શાપિત ગામ, આત્માઓનો છે પ્રભાવ

170 વર્ષથી વીરાન છે આ શાપિત ગામ, આત્માઓનો છે પ્રભાવ

ભારતમાં કેટલીય એવી જગ્યાઓ છે જેની સાથે કોઈ કહાની ના જોડાઈ હોય. આજે અમે તમને રાજસ્થાનના એક એવા ગામ વિશે જણાવીશુ જે 170 વર્ષોથી ખાલી પડ્યુ છે. કુલધરા ગામના હજારો લોક એક રાતમાં આ ગામને ખાલી કરી જતા રહ્યા હતા. ગામલોકોના મતે અહીં દરેક પળે એવો અનુભવ થાય છે જાણે કોઈ આપણી આસપાસ ચાલી રહ્યુ હોય, બજારમાં બંગડી અને પાયલનો અવાજ આવે છે.