Short News

એપ્રિલની આ તારીખે દુનિયાનો અંત થવાની આગાહી

એપ્રિલની આ તારીખે દુનિયાનો અંત થવાની આગાહી

એક આગાહી આગાહી અનુસાર આગામી 23 એપ્રિલના રોજ પૃથ્વીનો અંત થશે. સૂર્ય, ચંદ્ર અને ગુરૂ કન્યા રાશિ એક યોગમાં રહેશે. તે રાત્રે રહસ્યમય ‘નિબિરુ ગ્રહ' જોવા મળ્યા બાદ ત્રીજા વિશ્વ યુધ્ધની શરૂઆત થશે. ડેવિડ મીડ પ્લાનેટ એક્સ - ધ 2017 અરાઇવલ પુસ્તકના 12:1-2 પ્રકરણમાં દાવો કરવામાં આવ્યો છે. નાસાએ રહસ્યમય ‘નિબિરુ' જેવો કોઈ ગ્રહ નહીં હોવાનું જણાવ્યું છે.
કાકીએ સગી ભત્રીજીને પીવડાવ્યો દારુ અને પછી...

કાકીએ સગી ભત્રીજીને પીવડાવ્યો દારુ અને પછી...

રાજધાની દિલ્હીમાં એકવાર ફરી શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં રવિવારે દિલ્હીના ડેરી વિસ્તારમાં એક સગીરા સાથે રેપની ઘટના સામે આવી છે, ઘટનામાં સગી કાકીએ જ પોતાની ભત્રીજીને જબરદસ્તીથી દારૂ પીવડાવ્યો હતો અને બાદમાં પોતાના પ્રેમી પાસે સગીરાનો રેપ કરાવ્યો હતો. હાલ આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે જ્યારે એક આરોપી ફરાર છે.
સિદ્દારમૈયા એ કહ્યું, સીએમ ની રેસમાં હું સૌથી આગળ છું

સિદ્દારમૈયા એ કહ્યું, સીએમ ની રેસમાં હું સૌથી આગળ છું

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ઘ્વારા 24 એપ્રિલે જણાવવામાં આવ્યું હતું કે તેમની પાર્ટીની કર્ણાટક વિધાનસભા ઈલેક્શનમાં જીતવાની ખુબ જ સારી સંભાવના છે અને હાઈકમાન આગળના મુખ્યમંત્રી પર નિર્ણય કરશે. ખડગે ઘ્વારા આપવામાં આવેલા નિવેદનના એક દિવસ પછી તરત જ સિદ્દારમૈયા એ જાતે જણાવ્યું કે તેઓ કર્ણાટકમાં મુખ્યમંત્રી રેસમાં સૌથી આગળ છે.
ગોધરાઃ ડોક્ટરે બસમાં કરાવ્યો બાળકીનો જન્મ, નામ આપ્યુ 'વાહિની'

ગોધરાઃ ડોક્ટરે બસમાં કરાવ્યો બાળકીનો જન્મ, નામ આપ્યુ 'વાહિની'

દાહોદ જિલ્લાના ઝાલોદ નજીકના નાનકડા ગામડાનો શ્રમજીવી પરિવાર પોતાના માદરે વતન જઈ રહ્યો હતો. ત્યાં મહિલાને બસમાં જ પ્રસવ પીડા ઉપડતા મહિલાને મદદ કરતાં બસને સીધી ગોધરા સિવિલ હોસ્પિટલ લઇ જવાય હતી. પરંતુ બસ હોસ્પિટલ પહોંચે એ પહેલા મહિલાની પ્રસવ પીડા વધતા ડોક્ટરે સ્ટાફ સહિત બસમાં જ મહિલાની ડીલવરી કરવાવી હતી. ને બાળકીનો જન્મ વાહનમાં થયો હોવાથી નામ આપ્યુ 'વાહિની'.