Short News

ફિલ્મ નાયકની જેમ પીયૂષ ગોયલે પત્રકારને આપી એક દિવસના રેલમંત્રી બનવાની ઓફર

ફિલ્મ નાયકની જેમ પીયૂષ ગોયલે પત્રકારને આપી એક દિવસના રેલમંત્રી બનવાની ઓફર

જેમ ફિલ્મ નાયકમાં અમરીશ પુરીએ પત્રકારની ભુમિકા કરી રહેલા અનિલ કપૂરને એક દિવસ માટે મુખ્યમત્રી પદની ઓફર કરી હતી તે જ રીતે આજે રેલવે મંત્રી પીયૂષ ગોયલે એક પત્રકારને એક દિવસ માટે રેલવે મંત્રી બનવાની ઑફર આપી દેશભરના મીડિયા જગતને ચોંકાવી દીધુ છે. તેણે કહ્યુ કે, ‘નાયક ફિલ્મની જેમ એક દિવસ માટે તમે મારી જગ્યા લો અને જાતે નિયમ-કાયદાને લાગૂ કરાવો.'
ડાન્સિંગ મહિન્દ્રા સ્કોર્પિયોના Video પર આનંદ મહિન્દ્રાએ આપ્યું રિએક્શન

ડાન્સિંગ મહિન્દ્રા સ્કોર્પિયોના Video પર આનંદ મહિન્દ્રાએ આપ્યું રિએક્શન

ગુજરાતીએ શેર કરેલા ડાન્સિંગ મહિન્દ્રા સ્કૉર્પિયો એસયૂવીનો એક વિડિયોમાં સ્કૉર્પિયોને કસ્ટમ હાઇડ્રૉલિક સસ્પેન્શન સેટઅપથી સજ્જ કરવામાં આવી છે. તે બેબી હોર્સની જેમ ડાન્સ કરી રહી છે. આનંદ મહિન્દ્રાએ આ વિડિયો પર રિસ્પોન્સ આપતા લખ્યું છે કે, ક્યાં કહેના!, નાચ મેરી જાન....હવે હું તેના માટે શ્યોર નથી કે આવું કામ ફેક્ટરી માંથી બનીને બહાર આવતા મૉડલમાં આપી શકીએ કે નહી.
સંજય દત્તે રણબીરને આપેલી ગિફ્ટથી ભડકી ગયા હતા રિશિ કપૂર

સંજય દત્તે રણબીરને આપેલી ગિફ્ટથી ભડકી ગયા હતા રિશિ કપૂર

તાજેતરમાં ફિલ્મ સંજૂની પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન આપેલા ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે કહ્યું કે સંજય દત્ત અમારા પરિવારની ખુબ નજીક છે. તે હંમેશા મને નાના ભાઈની જેમ ગણે છે. આમ તો તે મને લાડ કરતા અનેક ભેટ આપતો હતો. એક વાર તેણે મારા જન્મદિવસે હાર્લી ડેવિડસન (બાઈક) ગિફ્ટ કરી હતી. તે મને ફરારી કારમાં મોડી રાતે ડ્રાઈવ માટે લઈ જતો હતો. આથી ઋષિ કપૂર ખુશ ન હતો.
ઇંગ્લેન્ડે ભારતને આપ્યો આંચકો

ઇંગ્લેન્ડે ભારતને આપ્યો આંચકો

ઈંગ્લેન્ડે ભારતને એક મોટો ઝટકો આપ્યો છે. ઈંગ્લેન્ડે ઉદાર વિઝા નીતિની એક નવી લિસ્ટમાંથી ભારતનું નામ બાકાત કર્યું છે. ઉદાર વિઝાની યાદીમાંથી ભારતનું નામ હટાવી લેવાયું છે જ્યારે ચીનનું સામેલ છે. વિદેશ મામલાના જાણકારો આ મુદ્દે ભારતની સરખામણીએ ચીનની રણનીતિક જીત માની રહ્યાં છે. આનું કારણ ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોનો વણઉકેલાયો મામલો છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more