Short News

અફવાહ કે હકીકત: ભક્તોનો દાવો કે શિરડીમાં સાંઈ બાબા પ્રગટ થયા

અફવાહ કે હકીકત: ભક્તોનો દાવો કે શિરડીમાં સાંઈ બાબા પ્રગટ થયા

વિશ્વ પ્રસિદ્ધ શિરડીના સાંઈ બાબા મંદિરમાં ભક્તોની સંખ્યા વધી ગયી છે કારણકે ભક્તો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મંદિરની દીવાલ પર સાંઈ બાબાની ફોટો ઉભરીને આવી છે અને બાબા પોતાના ભક્તોને સાક્ષાત દર્શન આપી રહ્યા છે. કેટલીક નવી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બાબાના દર્શન અને ફોટોને કારણે બુધવાર રાતથી મંદિરના દરવાજા બંધ નથી કરાયા.
આ દરખાસ્ત મંજૂર થશે તો પગારમાં હાથમાં આવતી રોકડ ઘટશે

આ દરખાસ્ત મંજૂર થશે તો પગારમાં હાથમાં આવતી રોકડ ઘટશે

સંસદમાં ચોમાસા સત્રમાં સરકાર કોડ ઓન વેજેજમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ લાવી રહી છે. સરકાર ભત્તાઓની કુલ રકમ મૂળ વેતનના 50 ટકાથી વધારે ના રાખવાનો પ્રસ્તાવ, CTCમાં બેસિક સેલરીનો રેશિયો વધારવાનો પ્રસ્તાવ લાવવાની છે. આ હેઠળ સરકાર તમને મળનાર HRA અને LTA જેવા ભત્તાઓની મહત્તમ સીમા નક્કી કરી શકે છે. તેથી પગારમાં હાથમાં આવતી રોકડ ઘટશે અને ટેક્સમાં ભાગીદારી વધશે.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલોના વાહનો પર હવે જોવા મળશે નંબર પ્લેટ

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલોના વાહનો પર હવે જોવા મળશે નંબર પ્લેટ

દિલ્હી હાઈકોર્ટે ભારતના ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને લેફ્ટિનેન્ટ ગવર્નરની ગાડીઓમાં પણ નંબર પ્લેટ ફરજીયાત કરી દીધી છે. હવે આ ગાડીઓમાં રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી દિલ્હી હાઈકોર્ટમાં સંબંધિત સત્તાધિશોને તેના વાહનોમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે પત્ર લખ્યો હોવાની એફિડેવિટ કરી હતી.
ભારતના 52,000 ગામડાઓમાં હજુ વાગી નથી મોબાઈલની ઘંટડી

ભારતના 52,000 ગામડાઓમાં હજુ વાગી નથી મોબાઈલની ઘંટડી

52,000 ગામડાંઓ સુધી આજે પણ મોબાઇલ નેટવર્ક પહોંચ્યું નથી. ભાજપા સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ સંસદમાં સંચાર મંત્રાલયમાં લેખિતમાં જવાબ માંગ્યો હતો કે, દેશમાં એવા કેટલા ગામડાઓ છે, જ્યાં હજુ સુધી મોબાઈલ નેટવર્ક પહોંચ્યું નથી. સંચાર મંત્રાલયના રાજ્ય મંત્રી મનોજ સિન્હાએ જવાબ આપતા જણાવ્યું કે, દેશમાં લગભગ 52,685 ગામડા એવા છે, જ્યાં મોબાઈલ નેટવર્ક પહોંચાડવાનું બાકી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more