Short News

ખુશી કપૂરનો Prom Night લૂક, જેની આગળ બોલીવૂડની હિરોઇનો ફેલ

ખુશી કપૂરનો Prom Night લૂક, જેની આગળ બોલીવૂડની હિરોઇનો ફેલ

શ્રીદેવની પુત્રી ખુશી કપૂરે ફોટોશૂટ દરમિયાન પ્રોમ નાઇટના લૂકમાં જોવા મળી હતી. સુપર બ્યૂટીફૂલ લાગતી ખુશી કપૂરના આ પ્રોમ નાઇટ ફોટોઝને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ તાન્યા ઘાવરીએ તેમના ઇન્ટ્રાગ્રામ એકાઉન્ટ પર મૂક્યા છે. જે જોઇને લાગે છે કે જહ્નવી કપૂર પછી બહુ જલ્દી ખુશી કપૂર પણ બોલીવૂડમાં એન્ટ્રી કરશે. ત્યારે જુઓ ખુશી કપૂરની આ તસવીરો અહીં.
Microsoft India છે કામ કરવાની શ્રેષ્ઠ જગ્યા

Microsoft India છે કામ કરવાની શ્રેષ્ઠ જગ્યા

કંસલ્ટેંસી ફર્મ રેંડસ્ટેડના સર્વેમાં ભારતમાં કામ કરવાની સૌથી સારી જગ્યામાં માઇક્રોસોફ્ટ ઇન્ડિયા પ્રથમ ક્રમે છે. વર્ક લાઇફ બેલેન્સ સારૂ હોય, ગ્રોથની સાથે મેનેજમેન્ટ મજબૂત હોય તેવા વર્કપ્લેસમાં એમેઝોન ઇન્ડિયા બીજા ક્રમે છે. IT સેક્ટરમાં TCS પ્રથમ પસંદ છે. ત્યાર બાદ IBM, કંઝ્યુમર ડ્યુરેબલ્સમાં સેમસંગ ઈન્ડિયા, સોની, તો FMCGમાં હિંદુસ્તાન યૂનિલીવર અને ITC છે.
આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે?

આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે?

આગામી વર્ષે એટલે કે 2019માં રમાનારી IPL ટૂર્નામેન્ટ ભારતની બહાર રમાઈ શકે તેવી શક્યતા છે. આગામી વર્ષે IPLની તારીખો જો લોકસભાની ચૂંટણી સાથે ટકરાશે તો ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં થઈ શકે છે. IPLની 12મી સીઝન આગામી વર્ષે 29 માર્ચથી 19 મેની વચ્ચે થવાની છે. BCCI એ વાતથી વાકેફ છે કે તે સમયગાળામાં લોકસભાની ચૂંટણી પણ આવી શકે છે.
કર્ણાટકના એક ગામમાં 30 બાળકનું નામ સિદ્ધા રમૈયા

કર્ણાટકના એક ગામમાં 30 બાળકનું નામ સિદ્ધા રમૈયા

કર્ણાટકમાં વિધાનસભાનો ચૂંટણીમાં જે એક નામની ચર્ચા છે તે છે સિદ્ધા રમૈયા. સિદ્ધા રમૈયા સતત ભાજપ પર હુમલા કરી રહ્યા છે. તેઓ બીજેપીના નિશાના પર પણ છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં એક એવું પણ ગામ છે કે જ્યાં એક બે નહીં પરંતુ 30 સિદ્ધા રમૈયા છે. કર્ણાટકના સિદ્ધા રામાગુડી ગામ જે મુખ્યપ્રધાનનું જ ગામ છે. અહીં ઘણાં બાળકો એવા છે કે જેનું નામ સિદ્ધા રમૈયા છે.