Short News

સ્ટિફન હોકિંગ્સે વર્ષ 2001માં કરી હતી ભારતની યાત્રા

સ્ટિફન હોકિંગ્સે વર્ષ 2001માં કરી હતી ભારતની યાત્રા

વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ વર્ષ ૨૦૦૧માં ભારતની મુલાકાતે આવ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેમને વિશેષ રીતે તૈયાર કેલી ખુરશી આપી હતી જેના દ્વારા તેઓ શહેરમાં ફર્યા હતા.નવી દિલ્હીમાં હોકિંગ તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનને રાષ્ટ્રપતિ ભવન ખાતે મળ્યા હતા. તેમજ હોકિંગ્સે કહ્યું હતું કે, ‘ભારતીયો મેથેમેટિક્સ અને ફિઝિક્સમાં ખૂબ હોશિયાર છે.'
સુરતમાં બે મિત્રો ઉ૫ર ત્રણ શખ્સોએ છરીથી કર્યો હુમલો, 1નું મોત

સુરતમાં બે મિત્રો ઉ૫ર ત્રણ શખ્સોએ છરીથી કર્યો હુમલો, 1નું મોત

સુરતમાં બે મિત્રો પર થયેલા જીવલેણ હુમલામાં એક કરુણ મોત નિપજયુ હતુ. મળતી માહિતી પ્રમાણે ફિલ્મ જોઈ બે મિત્રો ઘરે આવી રહ્યા હતા, દરમિયાન ત્રણ અજાણ્યા બાઈક સવાર શખ્સોએ બંને પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. બંનેને સારવાર અર્થે ખસેડતા એકને સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
છેડતીના જવાબમાં થપ્પડ મારનાર મહિલા મારી આદર્શ છેઃ પ્રિયંકા

છેડતીના જવાબમાં થપ્પડ મારનાર મહિલા મારી આદર્શ છેઃ પ્રિયંકા

પ્રિયંકા ચોપરા મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સ્વતંત્ર વિચારો રાખવા માટે જાણીતી છે. તે કેટલીય વાર પોતાની જાતને નારીવાદી ગણાવી ચુકી છે. ત્યારે પ્રિયંકાએ છોકરીઓની છેડતી કરનારાઓ વિશે કહ્યું કે, "જ્યારે એક છોકરી તેની છેડતી કરનારા પુરૂષને થપ્પડ મારે છે તો તે વ્યક્તિ આ થપ્પડને લાયક જ છે. આવા વ્યક્તિને થપ્પડ મારનાર મહિલા મારી આદર્શ છે."
શત્રુઘ્ન સિન્હાએ વિરોધ્ધી પક્ષ કોંગ્રેસની કરી પ્રશંસા

શત્રુઘ્ન સિન્હાએ વિરોધ્ધી પક્ષ કોંગ્રેસની કરી પ્રશંસા

ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હાએ ફરી એક વખત વિરોધી પક્ષ એવા કોંગ્રેસની પ્રશંસા કરી છે. શત્રુઘ્ન સિન્હાએ કરેલી ટ્વિટ દ્વારા જણાવ્યુ હતું કેઆગામી સમય વધુ મુશ્કેલ ભરેલો રહેશે. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની વધુ પ્રશંસા કરી છે. તેણે વધુમાં જણાવ્યું હતુ કે, મારા હિસાબે આ લોકસભાનું કદાચ છેલ્લુ સત્ર હશે.