Short News

તમિલનાડુ : મોક ડ્રિલ દરમિયાન વિદ્યાર્થીની બીજા માળેથી ખાબકી

તમિલનાડુ : મોક ડ્રિલ દરમિયાન વિદ્યાર્થીની બીજા માળેથી ખાબકી

તમિલનાડુના કોયમ્બતૂરમાં અહીંની એક કોલેજમાં ગુરુવારે એનડીઆરએ તરફથી મોક ડ્રિલનું આયોજન કરાયુ હતુ. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત થયુ છે. અલનદુરાઈ ગામની વતની લોગેશ્વરી કલાઈમાગલ એનડીએમએના કહેવાથી બીજા માળેથી કૂદવા તૈયાર થઈ હતી. તે દરમિયાન ટ્રેનરે હળવો ધક્કો મારવાથી તેણી બીજા માળેથી પડતા માથુ પાળી સાથે અથડાયુ હતુ.
વિજ્ઞાનીઓએ ફરી વ્યક્ત કરી ભારતમાં ભૂકંપની શક્યતા

વિજ્ઞાનીઓએ ફરી વ્યક્ત કરી ભારતમાં ભૂકંપની શક્યતા

દહેરાદૂન સ્થિત વાડિયા ઈન્ટીટ્યુટ ઓફ હિમાલયન જિયોલોજી, નેશનલ જિયોફિજિકલ રિસર્ચ ઈન્ટીટ્યુટ, હૈદરાબાદ, નેશનલ સેન્ટર ફોર અર્થ સીસ્મિક સ્ટડીજ, કેરલ અને આઈઆઈટી ખડગપુરે ભૌગોલિક હલચલ અને તેના પ્રભાવનું વિશ્લેષણ કરી તૈયાર કરેલા અહેવાલમાં આશંકા વ્યક્ત કરી છે કે ભારતમાં આવનાર સમયમાં રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાવાળો ભૂકંપ આવી શકે છે. જેથી જાનમાલને મોટું નુકસાન થશે.
BJP મહેન્દ્રસિંહ વાઘેલાને આ બેઠક પરથી લડાવશે ચૂંટણી, આમનું પત્તું કપાશે

BJP મહેન્દ્રસિંહ વાઘેલાને આ બેઠક પરથી લડાવશે ચૂંટણી, આમનું પત્તું કપાશે

ગુજરાતના રાજકારણમાં લોકસભા ચૂંટણી પહેલા ગરમાવો આવી ગયો છે. પિતા શંકરસિંહ વાઘેલાની સમજાવટની ઉપરવટ જઇને મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. સમાચાર છે કે ભાજપ સાબરકાંઠાની બેઠક પરથી મહેન્દ્રસિંહને ટિકીટ આપે તેવી શક્યતા છે. આ બેઠક પરથી દિપસિંહ રાઠોડનું પત્તુ કપાઇ શકે છે.
સુરતમાં વરસાદી પાણી સાથે બાળક પણ ગટરમાં વહી ગયું

સુરતમાં વરસાદી પાણી સાથે બાળક પણ ગટરમાં વહી ગયું

સુરતના નાના વરાછા વિસ્તારમાં ગટરનું ઢાંકણુ ખુલ્લુ રહી જતા બાળક તણાયું છે. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બાળક કુંડીમાં પડ્યું હોવાથી શોધખોળ કરવામાં આવી રહી છે. વરસાદી પાણી ભરાવાના કારણે કુંડી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ કુંડીમાં બાળક પડ્યુ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more