Short News

ભારતના નળોમાંથી ગુમ થઇ જશે પાણી, રિપોર્ટમાં અપાઇ ચેતવણી

ભારતના નળોમાંથી ગુમ થઇ જશે પાણી, રિપોર્ટમાં અપાઇ ચેતવણી

એક રિપોર્ટમાં ચેતવણી જાહેર કરવામાં આવી, જેમાં ઉપગ્રહ પ્રણાલીની આધારે શોધ કરવામાં આવી છે. અને રિપોર્ટ મુજબ ભારતમાં બહુ જલ્દી તીવ્ર પાણીની તંગી ઊભી થશે. રિપોર્ટ મુજબ ભારત, મોરેક્કો, ઇરાક અને સ્પેનને આ જળસંકટના કારણે સૌથી વધુ અને ગંભીર અસર થવાની સંભાવના છે. અને આ જળ સંકર "ડે ઝીરો" સુધી પહોંચી ગયું. વધુ જાણો અહીં.

મહેસાણા એસિડ એટેકેની ઘટનામાં આરોપી હાર્દિકને આજીવન કેદની સજા

મહેસાણા એસિડ એટેકેની ઘટનામાં આરોપી હાર્દિકને આજીવન કેદની સજા

ગુજરાતમાં ચર્ચા જાગવાનાર એસિડ એટેક ઘટનામાં આખરે કાજલને ન્યાય મળ્યો છે અને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહેસાણાની કાજલ પ્રજાપતિ એસિડ અટેક કેસમાં આરોપી હાર્દિક પ્રજાપતિને કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે. ફેબ્રુઆરી 2016માં હાર્દિકે પોતાનો પ્રસ્તાવ ન સ્વીકારનારી 18 વર્ષની કાજલના ચહેરા પર એસિડ ફેંકી દીધો હતો.

બીએમડબ્લ્યુએ 2018 BMW X3 ભારતમાં થઈ લોન્ચ

બીએમડબ્લ્યુએ 2018 BMW X3 ભારતમાં થઈ લોન્ચ

જર્મનીની લગ્જરી કાર નિર્માતા કંપની BMWએ પોતાની 3જી જનરેશનની કાર X3 ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેને બે વેરિયન્ટસ્ xDrive 20d એક્સપેડિશન અને xDrive 20d લગ્જરી લાઈનમાં લોન્ચ કરી છે. જેની ક્રમાનુસાર કિંમત 49.99 લાખ અને 56.70 લાખ રૂપિયા છે. BMW X3 કારની ટક્કર મર્સિડી બેન્જ GLC, ઑડી Q5 અને વોલ્વો XC60 સાથે થશે.
બાળકોનો અશ્લીલ વિડીયો બનાવનાર શખ્સને 105 વર્ષની કેદ

બાળકોનો અશ્લીલ વિડીયો બનાવનાર શખ્સને 105 વર્ષની કેદ

અમેરિકામાં એક શખ્સને બાળકોના અશ્લિલ વીડિયો બનાવી ઓનલાઈન વેંચવાના ગુનામાં કોર્ટે 105 વર્ષની સજા સંભળાવી છે. તેમજ પીડિત બાળકોને 31 હજાર ડોલરનો દંડની ચૂકવણી કરવા કહ્યુ છે. આરોપીએ પોતાના ઘરના ભોયરામાં એક 10 વર્ષની બાળકી અને 12 વર્ષના બાળકનો વિડીયો બનાવ્યો હતો. તેમજ વિડીયો બનાવતી વેળાએ અશ્લિલ વર્તન પણ કરતો હતો.