Short News

કેન્સરને નાથવા મુખ્યમંત્રીએ કરી હાકલ

કેન્સરને નાથવા મુખ્યમંત્રીએ કરી હાકલ

મુખ્યમંત્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું કે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સિવાયના શહેરોમાં જે ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલો નિર્માણ કરશે તો તેમને મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર-ઇકવીપમેન્ટ ખર્ચની 25 ટકા સબસીડી રાજ્ય સરકાર આપશે. વિનામૂલ્યે દર્દીઓની સારવાર કરતી સંસ્થાઓ/ હોસ્પિટલનું રિકરીંગ ખર્ચ સરકાર ભોગવશે.

સુરતનો 12 વર્ષીય ભવ્ય શાહ અધ્યાત્મના માર્ગે, આજે લીધી દીક્ષા

સુરતનો 12 વર્ષીય ભવ્ય શાહ અધ્યાત્મના માર્ગે, આજે લીધી દીક્ષા

સુરતના હીરા વેપારીનો 12 વર્ષનાં દીકરો ભવ્ય શાહનો આજે દિક્ષા ગ્રહણ સમારોહ યોજાયો હતો. તે આજે સંસારનો ત્યાગ કરી ધર્મ માર્ગે નીકળી પડ્યો છે. ત્યારે તેના દીક્ષા ગ્રહણ સમારોહમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ દીક્ષા ગ્રહણ કરતા સમયે એક રસપ્રદ બાબત જોવા મળી હતી. ભવ્ય શાહ દીક્ષા લેતા પહેલા સ્ટેજ પર નૃત્ય કરતો જોવા મળ્યો હતો.

મહેસાણા એસિડ એટેકેની ઘટનામાં આરોપી હાર્દિકને આજીવન કેદની સજા

મહેસાણા એસિડ એટેકેની ઘટનામાં આરોપી હાર્દિકને આજીવન કેદની સજા

ગુજરાતમાં ચર્ચા જાગવાનાર એસિડ એટેક ઘટનામાં આખરે કાજલને ન્યાય મળ્યો છે અને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહેસાણાની કાજલ પ્રજાપતિ એસિડ અટેક કેસમાં આરોપી હાર્દિક પ્રજાપતિને કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે. ફેબ્રુઆરી 2016માં હાર્દિકે પોતાનો પ્રસ્તાવ ન સ્વીકારનારી 18 વર્ષની કાજલના ચહેરા પર એસિડ ફેંકી દીધો હતો.

બીએમડબ્લ્યુએ 2018 BMW X3 ભારતમાં થઈ લોન્ચ

બીએમડબ્લ્યુએ 2018 BMW X3 ભારતમાં થઈ લોન્ચ

જર્મનીની લગ્જરી કાર નિર્માતા કંપની BMWએ પોતાની 3જી જનરેશનની કાર X3 ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેને બે વેરિયન્ટસ્ xDrive 20d એક્સપેડિશન અને xDrive 20d લગ્જરી લાઈનમાં લોન્ચ કરી છે. જેની ક્રમાનુસાર કિંમત 49.99 લાખ અને 56.70 લાખ રૂપિયા છે. BMW X3 કારની ટક્કર મર્સિડી બેન્જ GLC, ઑડી Q5 અને વોલ્વો XC60 સાથે થશે.