Short News

ઈતિહાસમાં પહેલી વાર રણથંભોરમાં નોંધાઈ સૌથી વધુ વાઘની સંખ્યા

ઈતિહાસમાં પહેલી વાર રણથંભોરમાં નોંધાઈ સૌથી વધુ વાઘની સંખ્યા

રાજસ્થાનમાં આવેલા રણથંભોરમાં નેશનલ પાર્કમાં વાઘની સંખ્યામાં વધારો થયો છે, જાન્યુઆરીમાં પાર્કમાં કુલ ૬૭ વાઘ હતા. તેમાંથી ૨૧ નર વાઘ છે, ૨૦ માદા છે, પાર્કના ઈતિહાસમાં આટલા બધા વાઘ ક્યારેય જોવા મળ્યા નથી, એક સમયે વાઘની સંખ્યા ઘટીને 25 થઈ ચુકી હતી. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે પાર્કની ક્ષમતા કરતા અહી વાઘની સંખ્યા વધી ગઈ છે.
કૌભાંડી નીરવ મોદીએ આ દેશની નાગરિકતા માટે કરી અરજી

કૌભાંડી નીરવ મોદીએ આ દેશની નાગરિકતા માટે કરી અરજી

મુંબઈ-સુરતના ડાઇમન્ડ ટ્રેડિંગ બિઝનેસ સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે સંકલાયેલા એક વ્યક્તિએ કહ્યું કે, '48 વર્ષીય નીરવ મોદી અને તેનો પરિવાર કેરેબિયન ટાપુ સેંટ.કિટ્સની નાગરીક્તા લેવાના પ્રયાસમાં છે. કોમનવેલ્થ સભ્ય અને ભારત સાથે મિત્રતા હોવા છતા ભારત સાથે કોઈ પ્રત્યાર્પણ સંધિ નહીં હોવાથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ અઘરું બનશે.
શ્રીદેવીને શ્રદ્ધાંજલિમાં કોંગ્રેસની આત્મશ્લાઘા

શ્રીદેવીને શ્રદ્ધાંજલિમાં કોંગ્રેસની આત્મશ્લાઘા

એક્ટ્રેસ શ્રીદેવીના નિધનના સમાચાર બાદ કોંગ્રેસે પણ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી. શ્રદ્ધાંજલિ ટ્વીટમાં પણ આત્મશ્લાઘા કરનારી કોંગ્રેસ પર લોકો ગુસ્સામાં લાલપીળા થઈ ગયાં. જેથી કોંગ્રેસે આખરે ટ્વિટ ડિલીટ કરવી પડી. કોંગ્રેસે તેમાં સાંત્વના પાઠવવાની સાથે 2013માં UPA સરકારે તેને પદ્મશ્રી એનાયત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો.
અમદાવાદમાં રોટોમેક કંપનીના બેકાર કર્મીઓની ડિમાન્ડ

અમદાવાદમાં રોટોમેક કંપનીના બેકાર કર્મીઓની ડિમાન્ડ

લિખતે લિખતે લવ હો જાયે જેવી ટેગ લાઇનથી શરૂ થયેલી રોટોમેક પેનની કંપનીને તાળા વાગી ગયા છે. અમદાવાદના ચાંગોદરમાં આવેલી કંપનીના કર્મચારીઓ બેકાર બની ગયા છે. આ બેકાર કર્મચારીઓની માંગણી છે કે સરકાર દરમિયાનગિરિ કરીને અમને અમારો હક અપાવે. આ માટે તેમણે દેખાવો કર્યા હતા.