Short News

શ્રીનગર એન્કાઉન્ટરમાં વધુ 2 આતંકી ઠાર

શ્રીનગર એન્કાઉન્ટરમાં વધુ 2 આતંકી ઠાર

શ્રીનગરના કરણનગરમાં સુરક્ષા બળોને વધુ એક સફળતા હાથ લાગી છે. અહીં સીઆરપીએફ કેંમ્પ પાસે થયેલી સશસ્ત્ર અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતાં. સીઆરપીએફ કેંમ્પ નજીક આવેલી એક ઈમારતમાં 4 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. આતંકવાદીઓનો સામનો કરી રહેલા જવાનો પર પથ્થરબાજોએ ભારે પથ્થરમારો કર્યો હતો.
આ છે વિશ્વનો સૌથી ભીષણ રેલવે ટ્રેક, સ્વયંસંચાલિત ટેક્નોલોજીથી જોડાયેલા છે સિગ્નલ

આ છે વિશ્વનો સૌથી ભીષણ રેલવે ટ્રેક, સ્વયંસંચાલિત ટેક્નોલોજીથી જોડાયેલા છે સિગ્નલ

આજે અમે તમને જે રેલવે ટ્રેક વિશે જણાવ રહ્યા છીએ તે વિશ્વનો સૌથી અદભૂત અને રસપ્રદ રેલવે ટ્રેક છે. જી હા જર્મનીના ફ્રાન્કફર્ટમાં વિશ્વની સૌથી ભીષણ રેલવે ટ્રેક આવેલો છે. તેની રેલવે લાઈનો જાળની જેમ પથરાયેલી છે. છતા ક્યારેય કોઈ અનહોની નથી ઘટી. અહીં તમામ સિંગ્નલ સંપૂર્ણ સ્વયંસંચાલિત અને નવી ટેકનોલોજી સાથે જોડાયેલ છે. અહીં કોઈ પણ પ્રકારના ફાટક નથી. 
અમરનાથની યાત્રાએ જનાર ભાવિકો માટે મહત્વના સમાચાર

અમરનાથની યાત્રાએ જનાર ભાવિકો માટે મહત્વના સમાચાર

અમરનાથ યાત્રા 28 જૂનથી શરુ થવાની છે. જ્યાં યાત્રાળુઓ માટે વૈષ્ણવ ધામ, સરસ્વતી ધામ, જમ્મૂ હાટ અને ગીતા ભવન-રામ મંદિરમાં સ્પોટ રજિસ્ટ્રેશન સુવિધા ઉપલબ્ધ હશે. અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટર ટિકિટની બુકિંગ 27 એપ્રિલથી શરુ થશે. 28 જૂનથી શરૂ થનાર આ યાત્રા 20 દિવસ ચાલશે. નિયમ છે કે 13 વર્ષથી નાની અને 75 વર્ષથી વધારે ઉંમરના લોકો યાત્રા નહિ કરી શકે.
ફોર્ડે લોન્ચ કરી ફોર્ડ ફ્રિસ્ટાઈલ કાર, કિંમત જાણીને ચોંકી જશો

ફોર્ડે લોન્ચ કરી ફોર્ડ ફ્રિસ્ટાઈલ કાર, કિંમત જાણીને ચોંકી જશો

ફોર્ડે પોતાની નવી ક્રોસ હેચબેકને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 5.09 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કારનું ટોપ મોડલ 7.89 લાખ રૂપિયામાં મળશે. કારના પેટ્રોલ વર્જનની કિંમત 6.94 લાખ રૂપિયા છે. ફોર્ડ ફ્રીસ્ટાઈલને પેટ્રોલ અને ડિઝલના 4 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે, એબીયન્ટ, ટાઈટેનિયમ, ટ્રેડ અને ટાઈટેનિયમ પ્લસ.