Short News

વેલેન્ટાઇન્સ ડે ઉજવણીનો ક્રેઝ ઘટ્યો

વેલેન્ટાઇન્સ ડે ઉજવણીનો ક્રેઝ ઘટ્યો

ભારતની યુવા પેઢીમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીનો ઉત્સાહ ઓગળી રહ્યો છે. એક મેટ્રિમોનિયલ વેબસાઈટ અને એક કૉન્ફેક્શનર તરફથી કરાયેલા બે સર્વેમાંથી આ તારણ મળ્યું છે. 8200 લોકોમાંથી 68 ટકા લોકોને તેની ઉજવણીમાં વિશ્વાસ નથી. પાછલા 2 વર્ષમાં ગ્રીટિંગ કાર્ડ્સનું વેચાણ પણ ઘટ્યું છે.
ગાંધીનગરઃ જુથઅથડામણમાં તોફાનીઓએ રિક્ષા અને બાઈક સળગાવી

ગાંધીનગરઃ જુથઅથડામણમાં તોફાનીઓએ રિક્ષા અને બાઈક સળગાવી

ગાંધીનગર જિલ્લાના કલોલના નટનગર વિસ્તારમાં જૂથ-અથડામણમાં નટનગર-કલોલના પૂર્વ વિસ્તારના રહીશો આમને-સામને આવી ગયા હતા. બંને વચ્ચે થયેલાં તોફાનોમાં બે રિક્ષા અને બે બાઇકો સળગાવવામાં આવ્યાં હતાં. ઘટનાની માહિતી મળતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પોલીસે ટોળાઓને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
આ શખ્સે સલમાન વિરૂધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

આ શખ્સે સલમાન વિરૂધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

ક્રાઈમ બ્રાન્ચે અંડરવર્લ્ડ હપ્તા વસુલી સાથે જોડાયેલ કેસમાં બીગ બોસના સ્પર્ધક જુબેર અલી ખાનની ધરપકડ કરવામાં આવી છે. 5 મહિના પહેલા બીગ બોસમાંથી બહાર કરાયા બાદ જુબેર અલી ખાને સલમાન ખાન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જુબેર અલીએ સલમાન વિરૂધ્ધ આરોપ લગાવ્યો હતો કે સલમાને તેને ગાળો આપી મારી નાંખવાની તેમજ ઈન્ડસ્ટ્રીમાંથી બહાર કરી દેવાની ધમકી આપી હતી.
ભારતમાં આર્થિક અસમાનતા થયો વધારો

ભારતમાં આર્થિક અસમાનતા થયો વધારો

ઈન્ડિયા ઈનઈક્વલિટી રિપોર્ટ-2018માં પ્રમાણે ભારત દુનિયાનો સૌથી વધુ આર્થિક અસમાનતા ધરાવતા દેશોમાંથી એક છે. ભારતમાં અમીરી અને ગરીબી વચ્ચે વધતા અંતરને ધ્યાને લઈ કહેવામાં આવ્યું છે કે માત્ર 101 અબજોપતિઓની મિલ્કત જીડીપીના 15 ટકા જેટલી છે જે 5 વર્ષ પહેલા જીડીપીના 10 ટકા હતી. 2017માં ભારતના 67 કરોડ ગરીબોની મિલ્કતમાં માત્ર એક ટકાનો વધારો થયો છે.