Short News

Carpoolingને વ્યાખ્યાને એક મહિલાએ ગંભીરતા લઇ લીધી અને...

Carpoolingને વ્યાખ્યાને એક મહિલાએ ગંભીરતા લઇ લીધી અને...

એક મહિલા કાર પાર્ક કરવા ગઇ અને બસ એક નાનકડી ભૂલ અને આખી ગાડી સીધી સ્વમિંગ પુલમાં જઇને જ પાર્ક થઇ ગઇ. આ વાત છે અમેરિકાના ફ્લોરિડા શહેરની જ્યાં મહિલા પોતાની કાર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઊભી કરી અંદર પૈસા લેવા ગઇ પણ જ્યારે પાછી આવી ત્યારે તેની કાર પુલમાં તરતી હતી. નવાઇની વાત એ છે કે કારની અંદર મહિલાનો પતિ અનેન બાળકી પણ બેઠી હતી.

દક્ષિણ ગુજરાતમાં ધરા ધ્રૂજી, 3.7 તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો આચકો

દક્ષિણ ગુજરાતમાં ધરા ધ્રૂજી, 3.7 તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો આચકો

આજે સાંજે આશરે 4.56 કલાકે મધ્ય અને દક્ષિણ ગુજરાત 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધણધણી ગયુ હતુ. માહિતી મળી છે કે, આ આંચકાનું એપિસેન્ટર ભરૂચ પાસે હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. 10 સેકન્ડ સુધી ધરા ધ્રૂજતા લોકો ભયભીત થઈ ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે આ ભૂકંપમાં કોઈ જાન હાનિ થઈ નથી. સુરત, માંગરોળ, માંડવી, ડેડિયાપાડા, આંચકા અનુભવાયા છે.
ભાગેડુઓની હવે ખેર નથી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

ભાગેડુઓની હવે ખેર નથી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કૌભાંડીઓ કૌભાંડ આચરી દેશ છોડીને ભાગી જાય છે. ત્યારે તેને ગંભીરતાથી લેતા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં નાસી જનાર કૌભાંડીઓની સંપત્તિ હવે જપ્ત થઈ શકે છે. તેમજ તેની સંપતિને વેંચી બેંકના લોનની રકમની ચુકવણી કરી શકાશે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ અંગેના ઓર્ડિયન્સને મંજૂરી આપી છે.
170 વર્ષથી વીરાન છે આ શાપિત ગામ, આત્માઓનો છે પ્રભાવ

170 વર્ષથી વીરાન છે આ શાપિત ગામ, આત્માઓનો છે પ્રભાવ

ભારતમાં કેટલીય એવી જગ્યાઓ છે જેની સાથે કોઈ કહાની ના જોડાઈ હોય. આજે અમે તમને રાજસ્થાનના એક એવા ગામ વિશે જણાવીશુ જે 170 વર્ષોથી ખાલી પડ્યુ છે. કુલધરા ગામના હજારો લોક એક રાતમાં આ ગામને ખાલી કરી જતા રહ્યા હતા. ગામલોકોના મતે અહીં દરેક પળે એવો અનુભવ થાય છે જાણે કોઈ આપણી આસપાસ ચાલી રહ્યુ હોય, બજારમાં બંગડી અને પાયલનો અવાજ આવે છે.