Short News

સીરિયામાં હુમલા પાછળ અમેરિકાએ આટલા ડોલર વહાવી દીધા

સીરિયામાં હુમલા પાછળ અમેરિકાએ આટલા ડોલર વહાવી દીધા

સીરિયા ઉ૫ર હૂમલો કરીને અમેરિકા ભલે જગત જમાદારની છાપ જાળવી રાખવા માગતું હોય, ૫રંતુ સીરિયામાં છોડેલા એક-એક મિસાઇલ માટે અમેરિકાએ રૂ.10-10 કરોડનો તોતિંગ ખર્ચ કર્યો છે. આવા 120 મિસાઇલ ઝીંકીને અમેરિકાએ આ કાર્યવાહીમાં રૂ.11 અબજનો અધધ ખર્ચ કર્યો છે. અમેરિકા ઉપરાંત બ્રિટન અને ફ્રાંસ પણ હવાઇ હુમલામાં જોડાયા હતા. ત્રણેય દેશોને કાર્યવાહી અબજો રૂપિયામાં પડી છે.
સુરત રેપ કેસઃ આરોપીએ કરી ચોંકાવનારી કબુલાત

સુરત રેપ કેસઃ આરોપીએ કરી ચોંકાવનારી કબુલાત

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ ઉકેલાઇ ગયો છે. આ કેસમાં મુખ્ય આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે આરોપીએ પોલીસ સામે અનેક ચોંકાવનારી કબુલાત કરી હતી. તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આરોપીએ બાળકી અને તેની વિધવા માતાને મજૂર તરીકે રાજસ્થાનના ગંગાપુરથી 35 હજારમાં ખરીદ્યા હતા. તેમજ બંને પર રેપ કરી તેની ધાતકી હત્યા કરી હતી.
'પોક્સો' એક્ટ સંશોધને કેબિનેટે આપી લીલી ઝંડી

'પોક્સો' એક્ટ સંશોધને કેબિનેટે આપી લીલી ઝંડી

શનિવારે કેબિનેટની બેઠકમાં 'પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ' એટલે કે પોક્સો એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેને આજે કેબિનેટે સંશોધનને મંજૂરી આપી દીધી છે. હવે પછી નવા કાયદા પ્રમાણે 0-12વર્ષની ઉંમર સુધીના બાળકોના રેપના અપરાધીને મોતની સજા આપી શકાશે. આત્યાર સુધી આ એક્ટ અંતર્ગત વધુમાં વધુ આજીવન કેદની સજા હતી.
પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભારત સાથે ફાડ્યો છેડો

પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભારત સાથે ફાડ્યો છેડો

ભાજપના સિનિયર લીડર અને પૂર્વ નાણા મંત્રી યશવંત સિન્હાએ ભારત સાથે છેડો ફાડ્યો છે.યશવંત સિન્હાએ પોતાના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે હું ભાજપ સાથેના મારા સંબંધોનો અંત લાવુ છું તેમજ તમામ પ્રકારના પાર્ટી પોલિટિક્સમાંથી પણ સંન્યાસ લઇ રહ્યો છું. સિન્હાએ પટનામાં પોતાના આ નિર્ણયની માહિતી આપતા કહ્યુ હતુ કે, આજે લોકતંત્ર ખતરામાં છે.