Short News

એવી બેંક જ્યાં જમા થાય છે પ્રમીઓની વાર્તાઓ

એવી બેંક જ્યાં જમા થાય છે પ્રમીઓની વાર્તાઓ

જો આપને કહેવામાં આવે કે, એક એવી બેંક છે ત્યા નાણાં નહિ પણ પ્રેમી પંખીડાઓની વાર્તાઓ જમા કરવામાં આવે છે તો આપને નવાઈ લાગશે. સ્લોવાકિયા ના એક નાનકડા શહેરમાં બન્સ્કા સ્ટીવનીકામાં પ્રેમી જોડીઓ પોતાની રોમાંચક પ્રેમ કહાનીઓને એક ખાસ જગ્યાએ જમા કરાવે છે, તે જગ્યા છે લવ બેંક. જેને દુનિયાની સૌથી લાંબી પ્રેમ કવિતા મરીનાની યાદમાં બનાવવામાં આવી છે.
આ દેશો આપે છે મજુરોને 6000 રૂ. થી વધુ મજુરી

આ દેશો આપે છે મજુરોને 6000 રૂ. થી વધુ મજુરી

નવી દિલ્હીઃ આપને જાણીને નવાઈ લાગશે કે,ભારતમાં એક કલાક કામ કરવાની જે મજૂરી મળે છે, તેની સરખામણીમાં જર્મનમાં મળનારી મજૂરી 12 ગણી વધારે છે. વિશ્વમાં ઘણાં દેશોમાં એક દિવસની મજૂરી 6000 રૂપિયાથી વધુ છે. જેમાં જર્મની, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, સ્પેન, ચીન, રશિયા, બ્રટન અને બ્રાઝિલ એવા દેશો છે જે પોતાના મજુરોને 6000 રૂ.કરતા કરતા વધુ મજૂરી છે.
મારે ગર્લફ્રેન્ડ છે અને અમે બંને લગ્ન કરવાના છીએઃ હાર્દિક પટેલ

મારે ગર્લફ્રેન્ડ છે અને અમે બંને લગ્ન કરવાના છીએઃ હાર્દિક પટેલ

હાર્દિક પટેલે મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં તેમના અંગત જીવન અંગે પૂછતા તેમણે સ્વીકાર્યું કે ‘હા મારી ગર્લફ્રેન્ડ છે અને અમે બંને લગ્ન કરવાના છીએ.' તેણે વધુમાં કહ્યું કે, ‘મારે ગર્લફ્રેન્ડ છે તે સ્વીકારવામાં કોઈ શરમ નથી.' તેમજ સેક્સ સીડી પર પણ તેણે ખુલ્લા મને વાત કરતા કહ્યું કે, ‘હું મારા રૂમમાં શું કરું છું તેનાથી કોઇને કશો મતલબ નથી. 
વ્યાપારીઓ માટે ટેક્સ અને ક્લિયરંસ સિસ્ટમ સરળ બનાવાશે

વ્યાપારીઓ માટે ટેક્સ અને ક્લિયરંસ સિસ્ટમ સરળ બનાવાશે

હાલ વર્લ્ડ બેંકની ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેકિંગમાં ભારત ટોપ 50માં સ્થાન મેળવે એ માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વ્યાપારીઓ માટે ટેક્સ અને ક્લિયરંસ સિસ્ટમ સરળ કરવામાં આવશે, જેને લઈ તમામ કાર્ય ઓનલાઈન કરાશે જેના લીધે ટેક્સ વિભાગની કચેરીઓના ધક્કા નહી ખાવા પડે. ઉલ્લેખનીય છે કે ઈઝ ડૂઈંગ બિઝનેસ ક્રમાંક વર્લ્ડ બેંક આપે છે.