Short News

ચીનમાં યાત્રીએ ફાઉન્ટેન પેનના સહારે એર હોસ્ટેસને બનાવી બંધક; ઇમરજન્સી લેન્ડિંગ

ચીનમાં યાત્રીએ ફાઉન્ટેન પેનના સહારે એર હોસ્ટેસને બનાવી બંધક; ઇમરજન્સી લેન્ડિંગ

એર ચાઇનની ફ્લાઇટ 1350એમાં રવિવારે એક યાત્રીએ ફાઉન્ટન પેનના બળે એર હોસ્ટેસને બંધક બનાવી લીધી હતી. ત્યારબાદ કર્મચારીઓએ સેન્ટ્રલ ચીનના ઝેંગઝોઉ એરપોર્ટ પર પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યા બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. આ ફ્લાઇટ હૂનાન પ્રાંતના ચાંગશાથી બીજિંગ માટે ટેક ઓફ થઇ હતી. આરોપી યાત્રીએ ક્રૂને ધમકાવવા માટે આવું પગલું ઉઠાવ્યું હતું.
આ ઉપાયથી સદા રહેશે ઘરમાં લક્ષમીજીનો વાસ

આ ઉપાયથી સદા રહેશે ઘરમાં લક્ષમીજીનો વાસ

શું તમે આર્થિક તંગીથી પરેશાન છો તો સમજી લેજો કે ચતુર્થ ભાવ દૂષિત છે. તે માટે તમે ચોખાની રવી સોમવારના દિવસે વહેલી સવારે તમારા પરિવાર સહિત સેવન કરો જેનું શુભ ફળ શીઘ્ર તમને પ્રાપ્ત થશે. તેમજ એક વાટકીમાં પાણી ભરી સૂર્યના કિરણોમાં 3-4 કલાક મુકી આસોપાલવના પાન ડૂબાડી આખા ઘરમાં જળનો છંટકાવ કરવાથી સદાય ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેશે.
પીએમ મોદી પહોંચ્યા ચીન, આજે જિનપિંગ સાથે કરશે મુલાકાત

પીએમ મોદી પહોંચ્યા ચીન, આજે જિનપિંગ સાથે કરશે મુલાકાત

હાલ પીએમ મોદી ચીનના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેઓ ચીન પહોંચી ગયા છે. ચીનના વુહાન એરપોર્ટ પર પીએમને વિદેશ મંત્રાલયનાં આસિસ્ટન્ટ મિનિસ્ટર કોંગ જુઆગયૂ, ના મંત્રીઓએ રિસીવ કર્યા હતા. રવાના થયા પહેલા મોદીએ ટ્વિટ કર્યુ હતુ કે, હું ચીનનાં વુહાનની યાત્રા પર જઇ રહ્યો છું. જ્યાં 27-28 એપ્રીલે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક શિખર બેઠક થશે.
બનાસકાંઠાઃ PSIએ ખાખીને લગાવ્યો દાગ, ફરિયાદ કરવા આવેલી મહિલા પર બળાત્કારનો પ્રયાસ

બનાસકાંઠાઃ PSIએ ખાખીને લગાવ્યો દાગ, ફરિયાદ કરવા આવેલી મહિલા પર બળાત્કારનો પ્રયાસ

કહેવાય છે ને કે રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજા ક્યાં જાય? માહિતી મળી છે કે બે મહિના અગાઉ ભાભર પોલીસ મથકે પોતાના સાસરિયા વિરૂધ્ધ એક મહિલા ફરિયાદ આપવા ગઈ હતી પરંતુ ત્યાં એક PSI સહિત બે પોલીસકર્મીએ તેણીની છેડછાડ કરી નીચે પછાડી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ બુમાબુમ કરી બહાર નીકળી જતા તે બચી ગઈ હતી.