Short News

માલદિવ સંકટ મામલે હસ્તક્ષેપ ભારતને પડી શકે છે ભારેઃ ચીન

માલદિવ સંકટ મામલે હસ્તક્ષેપ ભારતને પડી શકે છે ભારેઃ ચીન

માલદિવ સંકટને બાબતે ભારતને ચીને ધમકી આપતા કહ્યું કે, કે જો ભારત માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ કરશે તો તેને રોકવા ચીન પણ જરૂરી પગલા ભરશે. ગ્લોબલ ટાઈમ્સમાંના લેખમાં લખાયું હતું કે, ચીનનો સ્પષ્ટ ઈશારો સૈન્ય કાર્યવાહી તરફ છે.ચીન માલદીવની આંતરીક બાબતોમાં હસ્તક્ષેપ નથી કરતું, પરંતુ જો ભારત સિદ્ધાંત વિરૂદ્ધ જશે તો ચીન ચુપ નહીં બેશે.
ઉડ્ડયન દરમિયાન એરઈન્ડિયાની વિન્ડો પેનલ તુટતા મચી અપરાતફરી

ઉડ્ડયન દરમિયાન એરઈન્ડિયાની વિન્ડો પેનલ તુટતા મચી અપરાતફરી

અમૃતસરથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનની વિન્ડો પેનલ તુટી પડતા મુસાફરોમાં અફરા તફરી મચી ગઈ હતી. વિમાનમાં કુલ 240 પ્રવાસીઓ હતા, વિન્ડો પેનલ તૂટીને એક મહિલા પર પડી હતી. આ દુર્ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે. એર અધિકારીઓનું કહેવું છે કે, 15,000 ફુટની ઊંચાઈએ રહેલા વિમાનમાં ખરાબ હવામાન હોવાના કારણે આંચકો લાગ્યો હતો.
IPL 11 : Match 21 : RR v MI : રાજસ્થાને મુંબઇને 3 વિકેટે હરાવ્યું

IPL 11 : Match 21 : RR v MI : રાજસ્થાને મુંબઇને 3 વિકેટે હરાવ્યું

IPL 11ની 21મી મેચ જયપુરના માનસિંહ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાને મુંબઇને 3 વિકેટે માત આપી છે. મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા છે. રાજસ્થાને 168 રનના ટાર્ગેટનો પીછો કરતા માત્ર 19.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને પોતાનો ટાર્ગેટ પૂરો કર્યો હતો.
IPL 11 : Match 21 : RR v MI : મુંબઇએ રાજસ્થાનને આપ્યો 168 રનનો ટાર્ગેટ

IPL 11 : Match 21 : RR v MI : મુંબઇએ રાજસ્થાનને આપ્યો 168 રનનો ટાર્ગેટ

IPL 11ની 21મી મેચ જયપુરના માનસિંહ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા છે. રાજસ્થાન 168 રનના ટાર્ગેટનો પીછો કરશે. મુંબઈ ઈન્ડીયન્સ રાજસ્થાન વિરુદ્ધ પોતાની જીત બરકરાર રાખવા પ્રયત્ન કરશે. ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈની આ સિઝનમાં શરૂઆત ગણી ખરાબ રહી છે.