Short News

દક્ષિણ આફ્રિકામાં ગુપ્તાબંધુઓની કરાય ધરપકડ

દક્ષિણ આફ્રિકામાં ગુપ્તાબંધુઓની કરાય ધરપકડ

દક્ષિણ આફ્રિકામાં ગુપ્તાબંધુઓની ધરપગડ કરાય છે. તેઓ પર ઝુ્મા ભ્રષ્ટાચારમાં સાંઠગાંઠ ધરાવવાનો આરોપ છે, દક્ષિણ આફ્રિકા પર આઠ વર્ષ સુધી શાસન સંભાળી ચૂકેલા પ્રમુખ જેકબ ઝુમાને દક્ષિણ આફ્રિકાના શાસકપક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ પદ છોડવા ફરમાન કરી ચૂકી છે. તેઓ પર આક્ષેપ થઈ રહ્યા છે કે તેઓ દેશનાં સંસાધનોનો ઉપયોગ પોતાનાં હિતમાં કરતા હતા.
સોમનાથ 'સુવર્ણમંદિર', 30 કિલો સોનાથી મંદિરના 10 સ્તંભને સોનાથી મઢાશે

સોમનાથ 'સુવર્ણમંદિર', 30 કિલો સોનાથી મંદિરના 10 સ્તંભને સોનાથી મઢાશે

હવે સોમનાથ મંદિર પણ ધીમે ધીમે સુવર્ણમંદિર બનતુ જાય છે. તાજેતરમાં જ મંદિરને 30 કિલો સોનું દાનમાં મળતા મંદિરના 72 સ્તંભ પૈકીના 10 સ્થંભોને સુવર્ણ જડિત કરવાનું કામ શરૂ કરાયું છે. જેમાંથી 2 સ્તંભોને સોનેથી મઢી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 110 કિલો સોનું મંદિરને દાનમાં મળ્યુ હતુ જેમાંથી ગર્ભગૃહ, ત્રિશુલ, ડમરૂ, થાળું, નાગ સહિત સોનાથી મઢાયા હતા.  
અમેરિકાએ H1B વિઝા નિયમોને વધારે કડક બનાવ્યા

અમેરિકાએ H1B વિઝા નિયમોને વધારે કડક બનાવ્યા

અમેરિકામાં H1-B વિઝા પર કડક વલણ વધતુ જઇ રહ્યું છે. H1-B વિઝા પર અમેરિકામાં કામ કરી રહેલા પ્રોફેશનલ્સની પત્નિઓને વર્ક પરમિટ નહીં મળે. ટ્રમ્પ સરકાર આના પર કાયદાકીય રીતે રોક લગાવવાની તૈયારી કરી રહી છે. આનાથી અમેરિકામાં કામ કરી રહેલા અંદાજે 70,000 પ્રોફેશનલ્સ પર અસર પડશે. H1-B વિઝા ધારકોની પત્નિઓને H4 વિઝા મળે છે. ઓબામાના કાર્યકાળમાં H4 વિઝાની વ્યવસ્થા આવી હતી.
સેન્સેક્સ 40 અંક ઘટીને ખુલ્યો, નિફ્ટી 10600ની નજીક

સેન્સેક્સ 40 અંક ઘટીને ખુલ્યો, નિફ્ટી 10600ની નજીક

ખરાબ ગ્લોબલ સંકેતોને પગલે આજે ભારતીય શેરબજારોમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ દબાણ સાથે કારોબાર થઇ રહ્યો છે. બેન્કિંગ, મેટલ, રિયલ્ટી અને પાવર શેરોમાં સૌથી વધારે દબાણ જોવાને મળી રહ્યું છે. આઇટી શેર્સમાં લેવાલી જોવા મળી છે. સેન્સેક્સ 30 અંક ઘટીને 34586ના સ્તરે અને નિફ્ટી 13 અંક ઘટીને 10601ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.