Short News

આ છે દુનિયાના ભુતિયા રેલવે સ્ટેશન, ભારતના સ્ટેશનનો પણ સમાવેશ

આ છે દુનિયાના ભુતિયા રેલવે સ્ટેશન, ભારતના સ્ટેશનનો પણ સમાવેશ

દુનિયામાં એવા ઘણા રેલ્વે સ્ટેશન છે જેને હોન્ટેડ રેલ્વે સ્ટેશન માનવામાં આવે છે. દુનિયામાં એવા 5 એવા જ હોન્ટેડ રેલ્વે સ્ટેશન માટે જાણીતા છે. જેમાં બી શાન એમઆરટી સ્ટેશન, સિંગાપુર, મેક્ચેરી ફીલ્ડસ ટ્રેન સ્ટેશન, ઓસ્ટ્રેલિયા, કોનોલી સ્ટેશન, આયરલેન્ડ, એડીસકોમ્બી રેલ્વે સ્ટેશન, ઇંગલેન્ડ અને બેગુનકોડોર ટ્રેન સ્ટેશન, ભારતનો સામાવેશ થાય છે અહીં લોકો આવતા પણ ડરે છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે વડોદરામાં બનશે 2 ટર્મિનલ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે વડોદરામાં બનશે 2 ટર્મિનલ

મોદી સરકારનો ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તૈયારી જોરશોરમાં શરુ છે, ત્યારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને વડોદરાના પૂર્વ અને પશ્ચિમિ વિસ્તારમાં એમ 2 ટર્મિનલ મળે તેવી શક્યતા છે. તેમ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 5000 સ્ક્વેર મિટર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. અલ્કાપુરી તરફ વેસ્ટર્ન ટર્મિનલ અને સાયાજીગંઝ તરફ ઇસ્ટર્ન ટર્મિનલ આવશે.
ઉતરપ્રદેશઃ કુશીનગરમાં ટ્રેનની ઝપટે ચડી સ્કુલ વાન, 12 બાળકો સહિત 13ના મોત

ઉતરપ્રદેશઃ કુશીનગરમાં ટ્રેનની ઝપટે ચડી સ્કુલ વાન, 12 બાળકો સહિત 13ના મોત

ઉતપપ્રદેશના કુશીનગરમાં ખૂબ જ દુખદ ઘટના ઘટી છે. અહીં બાળકોને સ્કુલે લઈ જતી સ્કુલવાન એક ટ્રેન સાથે અથડાતા આ ઘટનામાં 13 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુ પામનારમાં 12 બાળકો અને એક સ્કુલવાનનો ડ્રાઈવર સામેલ છે. અકસ્માતમાં કેટલા બાળકો ઘાયલ થયાની જાણકારી મળી છે. માહિતી મળી છે કે આ સ્કુલ વાનમાં 25 બાળકો સવાર હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

આધાર કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધારને લિંક કરવાનો આદેશ આપ્યો નથી. કોર્ટે વધુમાં જણાવ્યુ છે કે, સરકારે 6 ફેબ્રુઆરી, 2017ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો ખોટો અર્થ લઈ લીધો છે. હકીકતમાં સુપ્રિમનું કહેવું હતુ કે, મોબાઈલ યુઝર્સ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા.