Short News

ઈરાને કહ્યુ- ભારતની ક્રુડ ઓઈલની આપૂર્તિ માટે આપીશુ સર્વશ્રેષ્ઠ યોગદાન

ઈરાને કહ્યુ- ભારતની ક્રુડ ઓઈલની આપૂર્તિ માટે આપીશુ સર્વશ્રેષ્ઠ યોગદાન

ઈરાનના દૂતાવાસે આ સ્પષ્ટીકરણ કરતા કહ્યુ કે છે કે તે ભારતને ક્રુડ ઓઈલની આપૂર્તિ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપશે. ઉલ્લેખનીય છે કે બુધવારે ઉપ રાજદૂત મસૂદ રિઝવાનિયન રહાગીએ કહ્યુ હતુ કે, જો ભારત અમેરિકી પ્રતિબંધો બાદઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાતમાં કાપ મુકશે તો ઈરાન તરફથી ભારતને મળનારી ખાસ સવલતો પણ બંધ કરશે.
Facebook નાની ઉંમરના યૂઝર્સ અકાઉન્ટમાં કરશે સુધારા

Facebook નાની ઉંમરના યૂઝર્સ અકાઉન્ટમાં કરશે સુધારા

સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફેરફાર કરવા જઇ રહી છે. કંપની હવે નાની ઉંમરના યૂઝર્સની ખાસ દેખરેખ કરવાની યોજના બનાવી રહી છે. ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર પોતાનું અકાઉન્ટ બનાવવા માટે યૂઝર્સને ઓફિશિયલ ફોટો ID સાથે ઉંમરનો પુરાવો આપવો પડશે. હવે કોઇ યૂઝર્સની સત્તાવાર ઉંમર 13 વર્ષથી ઓછી હશે તો એની પ્રોફાઇલ લોક થઇ શકશે.
ટ્રાન્સપોર્ટર્સની હડતાલને કારણે રોજનું 20,000 કરોડનું નુકસાન

ટ્રાન્સપોર્ટર્સની હડતાલને કારણે રોજનું 20,000 કરોડનું નુકસાન

દેશમાં ટ્રાન્સપોર્ટરની હડતાલના કારણે રોજનું 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યુ હોવાનો દાવો ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કર્યો છે. ટ્રાન્સપોર્ટરનો આજે ચોથો દિવસ છે. હડતાળના કારણે શાકભાજીના ભાવમાં પણ 20 ટકા સુધીનો વધારો નોંધાયો છે. શમાં મેન્યુફેકચરિંગ, સેલ્સ અને લેબર સહિતના ઉદ્યોગોમાં ત્રણ દિવસમાં 60થી 70 હજાર કરોડ રૂપિયાનુ નુકસાન થયું છે.
ઈરાન પર ટ્રમ્પનો પલટ વાર, કહ્યુ- અમેરિકાને ફરી ક્યારેય ધમકી ના આપતા

ઈરાન પર ટ્રમ્પનો પલટ વાર, કહ્યુ- અમેરિકાને ફરી ક્યારેય ધમકી ના આપતા

ઇરાનના ન્યૂઝપેપર તેહરાન ટાઇમ્સ અનુસાર રુહાનીએ કહ્યુ હતુ કે, અમેરિકા પર નિશાનો સાધતા કહ્યુ હતુ કે, અમેરિકા જાણે છે કે, ઇરાનની સાથે શાંતિ તમામ પ્રકારની શાંતિની જનની છે, તેમજ ઇરાનની સાથે યુદ્ધ પણ તમામ યુદ્ધની જનની છે. જો કે રૂહાની આ વાત પર ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યુ કે, અમેરિકાને ફરી ક્યારેય ધમકી ના આપતા, જો તેમ કર્યુ તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more