Short News

જાપાનના આ મહાશયને બનવું છે 1000 બાળકોનો પિતા

જાપાનના આ મહાશયને બનવું છે 1000 બાળકોનો પિતા

જાપાનના મિલિયોનેર મિત્સુતોકી શિગેતાને વધારેમાં વધારે બાળકોના પિતાના બનવાની ચાનક ચડી છે. તેના આ ગાંડપણને લીધે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયો છે. તે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 2014માં તે 16 પિતાનો બાળક હોવાની વાત સામે આવી. મિત્સુતોકીને 1000 બાળકોના પિતા બનવાનું ઝનુન ચડ્યુ છે. તે દુનિયામાં બેબી ફેક્ટરીના નામથી ઓળખાય છે.
પુરાતત્ત્વવિદોનો દાવો : ઇજિપ્તમાંથી મળી સમ્રાટ સિકંદરની કબર

પુરાતત્ત્વવિદોનો દાવો : ઇજિપ્તમાંથી મળી સમ્રાટ સિકંદરની કબર

પુરાતત્ત્વવિદોના એક સમૂહને આ મહિને ઉત્તર ઇજિપ્તના એલેક્ઝેન્ડ્રિયામાંથી 2000 વર્ષ પહેલાનું તોતિંગ તાબૂત મળ્યું છે. આ તાબૂતનો ટૉલોમેઇક યુગ(ઇ.સ. પૂર્વે 300થી 200)નું છે. આ યુગની શરૂઆત સિકંદરના મૃત્યુ સાથે થઈ હતી, જેમણે એલેક્ઝેન્ડ્રિયા વસાવ્યું હતું. પુરાતત્વવિદોએ શક્યતા વ્યક્ત કરી છે કે આ મકબરો સિકંદર અથવા એલેક્ઝાન્ડ્રિયાના કોઇ અમીર વ્યક્તિનો હોઇ શકે છે.
ઈ-ગ્રામ પંચાયતો ડ્રાઇવિંગ લાયસન્સ કાર્યવાહી કરશે

ઈ-ગ્રામ પંચાયતો ડ્રાઇવિંગ લાયસન્સ કાર્યવાહી કરશે

ગુજરાતની ઈ-ગ્રામ પંચાયતો પણ હવે લાયસન્સ માટેની સેવાઓ પૂરી પાડશે. સરકારે નવી સુવિધા ઊભી કરી છે. આ સુવિધા ઈ-ગ્રામ પંચાયતો દ્વારા સિટીઝન સેન્ટ્રીક સર્વિસ અંતર્ગત આપવામાં આવશે. રાજ્યમાં 2008થી ઈ-ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જે અનુસાર 14,006 ગ્રામ પંચાયતોમાં કમ્પ્યૂટર અને તેની સામગ્રી આપવામાં આવેલી છે.
FIFA વર્લ્ડકપ 2018ના આયોજન બાદ રશિયામાં વસતી વધવાની સંભાવના

FIFA વર્લ્ડકપ 2018ના આયોજન બાદ રશિયામાં વસતી વધવાની સંભાવના

રશિયામાં રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલ સાથે રમતોત્સવ પૂર્ણ થયો. હવે તેના ઉન્માદનું પરિણામ નવ મહિના પછી રશિયા માટે આનંદના સમાચાર આપે છે કે નહીં તેના પર રશિયાના વસતી નિષ્ણાતોની નજર રહેશે. પોતાની વસતિને 'યુવાન' રાખવા માગતા રશિયા માટે આનંદ આપનારી સાબિત થઈ શકે છે. 1992થી રશિયાની વસતિ વધારાનો દર નેગેટિવ થયો છે, એટલેકે નવા જન્મની સામે મૃત્યુનો આંક વધવા લાગ્યો છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more