Short News

વર્ષ 2020 સુધીમાં અણુશસ્ત્રોનો નાશ કરે ઉત્તર કોરિયા : અમેરિકા

વર્ષ 2020 સુધીમાં અણુશસ્ત્રોનો નાશ કરે ઉત્તર કોરિયા : અમેરિકા

અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા આગામી અઢી વર્ષમાં મોટા પ્રમાણમાં નિ:શસ્ત્રીકરણ કરી બતાવે. દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન અમેરિકન વિદેશપ્રધાન માઇક પૉમ્પિયોએ જણાવ્યું કે ઉત્તર કોરિયા સાથે 'એક મોટી ડીલ પર કામ થવાનું હજુ બાકી' છે. તેમણે ઉમેર્યું, "મોટા પ્રમાણમાં નિ:શસ્ત્રીકરણ... અમને આશા છે કે આ લક્ષ્યને અઢી વર્ષમાં હાંસલ કરી શકાય એમ છે."
7 હજારથી વધુ ભારતીય નાગરીકોએ અમેરિકા પાસે માંગ્યો આશરો

7 હજારથી વધુ ભારતીય નાગરીકોએ અમેરિકા પાસે માંગ્યો આશરો

UNHCRના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017માં શરણ લેવા સૌથી વધુ અમેરિકાને અરજી કરવામાં આવી છે. એજન્સીએ જાહેર કરેલા વાર્ષિક ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટ વર્ષ 2017 દરમિયાન અંદાજે 1.62 કરોડ લોકો વિસ્થાપિત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઇના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017 દરમિયાન મેક્સિકોના 26,100 અને ચીનના 17,400, હેતીના 8,600 અને ભારતના 7,400 લોકોએ અમેરિકામાં આશરો લેવા અરજી કરી.
તણાવ માટે રામબાણ ઈલાજ છે તીખી ચેરીનો જ્યૂસ

તણાવ માટે રામબાણ ઈલાજ છે તીખી ચેરીનો જ્યૂસ

લુઈસિયાના સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચર્સે કરેલા અભ્યાસ જાણવા મળ્યુ છે કે, તીખી ચેરીનો જ્યુસ તણાવ માટેનો રામબાણ ઈલાજ છે. તણાવ અને ઊંઘનો અભવ એ આજકાલની લાઈસ્ટાઈલની કોમન પ્રોબ્લમ છે. ત્યારે સારી ઊંઘ માટે તેમજ તણાવને દૂર કરવા માટે તીખી ચેરીનો જ્યૂસ ખૂબ જ ફાયદા કારક છે. જેને પીધા પછી 10 જ મિનિટમાં બાળકોની જેમ ઊંઘ આવી જશે.
મોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ

મોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર તરફ આગળ વધી રહ્યુ છે અને ટૂંક સમયમાં જ મધ્ય ભારતને કવર કરી લેશે. આસામના બાકીના ભાગો, મહારાષ્ટ્રના અમુક વધુ ભાગો, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો, ઝારખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટેની સ્થિતિ અનુકૂળ બનતા 23 થી 25 જૂન સુધીમાં વરસાદ પડવાની સંભાવના છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more