Short News

પાકિસ્તાને બાબર ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

પાકિસ્તાને બાબર ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

પાકિસ્તાને શનિવારે જમીન અને આકાશમાં દુશ્મન પર ટાર્ગેટ કરી અટેક કરવા સક્ષમ બાબર ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. પાકિસ્તાનની સ્વદેશી બાબર ક્રુઝ મિસાઈલ હથિયારો લઇ જવામાં સક્ષમ છે. આ મિસાઈલની મારક ક્ષમતા 700 કિલોમીટર સુધીની બતાવવામાં આવી રહી છે. જીપીએસ નેવિગેશન વગર પણ આ મિસાઈલ અચૂક નિશાનો લગાવવા માટે સક્ષમ છે.
સુઝુકીએ ભારતમાં લોન્ચ કરી આ દમદાર બાઈક, જાણો શું છે કિંમત

સુઝુકીએ ભારતમાં લોન્ચ કરી આ દમદાર બાઈક, જાણો શું છે કિંમત

ઓટો એક્સપો 2018માં રજુ કર્યા બાદ વાહલ નિર્માતા કંપની સુઝુકીએ ઈન્ડિયન માર્કેટમાં પોતાની બાઈક GSX-S750 લોન્ચ કરી દીધી છે. આ બાઈકની ડિઝાઈન સુઝુકીની જ GSX-S1000ને મળતી આવે છે. બાઈકમાં 750ccનું 4-સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન તેમજ GSX-S750માં 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. ભારતમાં તેની કિંમત 7.45 લાખ રાખવામાં આવી છે.
શા કારણે મોટા પ્રમાણમાં જૈન યુવાનો લઇ રહ્યાં છે દીક્ષા?

શા કારણે મોટા પ્રમાણમાં જૈન યુવાનો લઇ રહ્યાં છે દીક્ષા?

તાજેતરમાં અમદાવાદમાં મોક્ષેશ સેઠ 24 વર્ષની ઉંમરમાં પોતાની કરોડોની સંપત્તિ છોડીને જૈન સાધુ મુનિ કરુણાનાપ્રેમવિજય મહારાજ બની ગયા. આજ કાલ ઘણા કિશોર કે પુખ્ત વયે સાધુ બની જતા હોવાનું એક સર્વસામાન્ય કારણ એ જોવા મળ્યું છે કે તેઓ ઘણાં સમયથી ઘણાં બેચેન રહે છે. ભૌતિક સુખ સગવડો તેમને ખુશી નથી આપતી જેમની તેમને શોધ છે. જેથી તેઓ પોતાની જાતને ભગવાનને સમર્પિત કરે છે.
આ છે ભારતીયોને અપાતા H1B વિઝામાં 43 ટકાના ઘટાડાનું મૂળ કારણ

આ છે ભારતીયોને અપાતા H1B વિઝામાં 43 ટકાના ઘટાડાનું મૂળ કારણ

અમેરિકન થિંક ટેંકના રિપોર્ટ અનુસાર, ભારતીય કંપનીઓને અપાતા H1B વિઝામાં 2 વર્ષ એટલે કે 2015થી 2017માં 43 ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકન પૉલિસી માટે નેશનલ ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે, ભારતીય કંપનીઓ માટે H1B વિઝાની ફાળવણીમાં ઘટાડો ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ડિજિટલ સેવાઓ તરફના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગના પ્રવાહોને કારણે થયો છે.