Short News

USના આર્થિક પ્રતિબંધ બાદ પુતિને સીરિયામાં ગોઠવ્યા વૉરશિપ

USના આર્થિક પ્રતિબંધ બાદ પુતિને સીરિયામાં ગોઠવ્યા વૉરશિપ

ગત શનિવારે યુએસ અને તેના સાથી દેશોની મિસાઇલ એરસ્ટ્રાઇક્સ બાદ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને અંતે મૌન તોડ્યું છે. આજે સીરિયા તરફ બે રશિયન વૉરશિપ આગળ વધતા જોવા મળ્યા હતા. મિલિટરી વ્હિકલથી લદાયેલા બે રશિયન વૉરશિપ તુર્કીથી સીરિયાના રૂટ તરફ જઇ રહ્યા છે. રવિવારે તુર્કીના બોસ્ફોરસના દરિયાઇ માર્ગે આગળ વધી રહેલા આ ક્રૂઝની તસવીરો રિલીઝ થઇ હતી.
આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે?

આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે?

આગામી વર્ષે એટલે કે 2019માં રમાનારી IPL ટૂર્નામેન્ટ ભારતની બહાર રમાઈ શકે તેવી શક્યતા છે. આગામી વર્ષે IPLની તારીખો જો લોકસભાની ચૂંટણી સાથે ટકરાશે તો ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં થઈ શકે છે. IPLની 12મી સીઝન આગામી વર્ષે 29 માર્ચથી 19 મેની વચ્ચે થવાની છે. BCCI એ વાતથી વાકેફ છે કે તે સમયગાળામાં લોકસભાની ચૂંટણી પણ આવી શકે છે.
કર્ણાટકના એક ગામમાં 30 બાળકનું નામ સિદ્ધા રમૈયા

કર્ણાટકના એક ગામમાં 30 બાળકનું નામ સિદ્ધા રમૈયા

કર્ણાટકમાં વિધાનસભાનો ચૂંટણીમાં જે એક નામની ચર્ચા છે તે છે સિદ્ધા રમૈયા. સિદ્ધા રમૈયા સતત ભાજપ પર હુમલા કરી રહ્યા છે. તેઓ બીજેપીના નિશાના પર પણ છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં એક એવું પણ ગામ છે કે જ્યાં એક બે નહીં પરંતુ 30 સિદ્ધા રમૈયા છે. કર્ણાટકના સિદ્ધા રામાગુડી ગામ જે મુખ્યપ્રધાનનું જ ગામ છે. અહીં ઘણાં બાળકો એવા છે કે જેનું નામ સિદ્ધા રમૈયા છે.
ભારતમાં Traffic જામની અસરથી થાય છે આટલા રૂપિયાનું નુકસાન

ભારતમાં Traffic જામની અસરથી થાય છે આટલા રૂપિયાનું નુકસાન

ભારતના નાના મોટા શહેરોમાં પીક અવર્સમાં ટ્રાફિક જામ સામાન્ય બાબત છે. વૈશ્વિક કન્સલ્ટન્સી કંપનીના અભ્યાસ અનુસાર ભારતમાં પીકના કલાકોમાં સવારે 7-9 અને સાંજે 6-8 માં નોર્મલ કરતા ડોઢ ગણા લોકો રસ્તા પર વાહન ચલાવી રહ્યા હોય છે. શહેરી પરિવહન નિષ્ણાત પ્રોફેસર એન રંગાનાથના જણાવ્યું અનુસાર આ જામને કારણે દેશની અર્થવ્યવસ્થાને વાર્ષિક રૂ. 1.47 કરોડના મૂલ્યનો ચૂનો લાગે છે.