Short News

અમેરિકાઃ ફ્લોરિડાની હાઈસ્કુલમાં અંધાધૂંધ ફાઈરિંગ, 17ના મોત

અમેરિકાઃ ફ્લોરિડાની હાઈસ્કુલમાં અંધાધૂંધ ફાઈરિંગ, 17ના મોત

અમેરિકામાં આવેલા ફ્લોરિડામાં એક હાઈસ્કુલમાં અંધાધૂંધ ગોળીબારીની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં 17 લોકોના મોત થયા છે, તેમજ 20 લોકો ધાયલ થયા છે.આરોપી 19 વર્ષીય નિકોલ્સ ક્રુજની ધરપકડ કરવામાં આવી છે. ગનમેને અંધાધુંધ ગોળીબાર કર્યા બાદ પોલીસને સરેડંર કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે આરોપી એક સમયે સ્કુલમાં ભણતો હતો.
ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ કરનાર ડૉ. જીવરાજ મહેતા હતા. એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતુ જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો.
જમ્મુ કાશ્મીરઃ એર ફોર્સ સ્ટેશન નજીક આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરઃ એર ફોર્સ સ્ટેશન નજીક આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં વાયુસેનાનાં એક સ્ટશન નજીક મંગળવારે સાંજે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અચારનક હુમલો થતા ભારતીય સેનાએ પણ જવાબમાં ગોળીબારી કરી હતી, જેથી આતંકીઓ પલાયન કરી ગયા હતા. જો કે સેનાએ આખા ઈલોકાની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન કરી દીધુ છે. બીજી તરફ પાકિસ્તાની સેનાના ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો છે.
બેંક ડૂબી જાય તો ખાતેદારોના પૈસા કેટલા સુરક્ષિત?

બેંક ડૂબી જાય તો ખાતેદારોના પૈસા કેટલા સુરક્ષિત?

ભારતમાં સરકારી ડિફોલ્ટર બને તો ખાતેદારોના નાણા જવાબદારી સરકારની હોવાથી તે સુરક્ષિત છે. પ્રાઇવેટ બેંકમાં આવું થાય તો બેંકને શોર્ટ નોટિસ પર રિકવરી ટાઇમ અપાય છે. બેંકોએ પોતાની પાસે એટલા પૈસા રિઝર્વ રાખવાના હોય છે કે તે કસ્ટમરને તેના પૈસા પરત કરી શકે.