Short News

PAK ગ્લોબલ ટેરરિસ્ટ ફાઇનાન્સિગ વોચલિસ્ટમાં ઉમેરાશે

PAK ગ્લોબલ ટેરરિસ્ટ ફાઇનાન્સિગ વોચલિસ્ટમાં ઉમેરાશે

અનેકવાર સતર્ક કરવા છતાં આતંકી પ્રવૃત્તિઓને આર્થિક પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરનારા પાકિસ્તાનને એન્ટી મની લોન્ડ્રીંગ મોનિટરિંગ ગ્રુપના ગ્લોબલ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ વૉચલિસ્ટમાં મૂકવાની પ્રક્રિયાને અમેરિકાએ આગળ ધપાવી છે. આ વાત ખુદ પાકિસ્તાનના એક અધિકારીએ કરી છે.
આ રેકોર્ડ નોંધાવનાર ભુવી બન્યો પ્રથમ ભારતીય બોલર

આ રેકોર્ડ નોંધાવનાર ભુવી બન્યો પ્રથમ ભારતીય બોલર

ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે રવિવાર જોહાનિસબર્ગ ખાતે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં એવો રેકોર્ડ બનાવ્યો જે અત્યાર સુધી કોઈ ભારતીય બોલર બનાવી શક્યો નથી. ભુવનેશ્વર આંતરરાષ્ટ્રીય ટી20ના ઈતિહાસમાં પાંચ વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બની ગયો. તેણે 24 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
ગુજરાતના નવા વિધાનસભા ગૃહનું ઉદઘાટન કરાયું

ગુજરાતના નવા વિધાનસભા ગૃહનું ઉદઘાટન કરાયું

આજે ગુજરાતના નવા વિધાનસભા ગૃહનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ધાટન પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યાં હતાં. રૂપિયા 135 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવા વિધાનસભા ગૃહમાં બજેટ સત્રના પ્રારંભે જ હંગામો સર્જાયો.
બનાસકાંઠામાં અલગ અલગ અકસ્માતમાં 3ના મોત

બનાસકાંઠામાં અલગ અલગ અકસ્માતમાં 3ના મોત

બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં 3 યુવાનો મોતને ભેટ્યા છે, ભાભર તાલુકાના અસાણા ગામના બે અને બરવાળા ગામના એક મળી ત્રણ યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત થતાં ઠાકોર સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. જેમાં ભાભર તાલુકામાં એક બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનો અને બરવાળામાં બાઈક સ્લીપ થતા એક યુવાનનું મોત થયું હતું.