Short News

સીરિયામાં ટ્રમ્પના મિશનને સફળ બનાવનાર RAF મિસાઇલ શું છે?

સીરિયામાં ટ્રમ્પના મિશનને સફળ બનાવનાર RAF મિસાઇલ શું છે?

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સિરિયા મિશનમાં RAF ટોર્નાડો જેટ્સ એરક્રાફ્ટમાં સ્ટોર્મ શેડો મિસાઇલ્સનો ઉપયોગ કરાયો હતો. સ્ટોર્મ શેડો મિસાઇલ લોંગ રેન્જ એર લોન્ચ ક્રૂઝ વેપન્સ હોય છે. જેમાં પ્રતિ મિસાઇલ 408 કિલોગ્રામ કે તેનાથી વધુ વજનની હોય છે. આ મિસાઇલ 289 કિમી/કલાકની ઝડપે લૉન્ચ થાય છે. જે ખાસ ફેસિલિટીઝ, બંકર અને બ્રિજ તોડવા માટે ડિઝાઇન કરવામાં આવે છે.
બળાત્કારી પિતા બાદ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરાશે

બળાત્કારી પિતા બાદ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરાશે

બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદ બાદ આજે 26 એપ્રિલે નારાયણ સાંઈને સુરત કોર્ટમાં રજૂ કરાશે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં આશરે 4 વર્ષથી બંધ છે. સુરતની બે બહેનોમાંથી નાની બહેને નારાયણ સાંઈ વિરૂધ્ધ બળત્કારનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આસારામને મળેલી સજા બાદ આ બંને બહેનોને પણ ન્યાય મળવાની આશા બંધાય છે.
ઉનાકાંડઃ પીડિતોને ધર્મ પરિવર્તનને લઈ મળી ધમકી, હુમલાનો કરાયો પ્રયાસ

ઉનાકાંડઃ પીડિતોને ધર્મ પરિવર્તનને લઈ મળી ધમકી, હુમલાનો કરાયો પ્રયાસ

ઉનાકાંડના પીડિતોને ફરી વાર ધમકી તેમજ તેના પર હુમલો કરવાના પ્રયોસો થયા છે. માહિતી મળી છે કે, ઉનાકાંડના પીડિતો બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા જઈ રહ્યાં છે અને તેને લઈને 29 એપ્રિલે ધર્મ પરિવર્તન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે તેઓને ધર્મપરિવર્તન ન કરવા ધમકીઓ મળી રહી છે. તેમજ હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.જેને લઈ દલિતો પોલીસ સ્ટેશને ભેગા થયા હતા.
IPL 2018 : Match 24 : RCBvCSK : ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટે હરાવ્યું

IPL 2018 : Match 24 : RCBvCSK : ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટે હરાવ્યું

IPLની 11મી સીઝનની 24મી મેચમાં આજે બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલામાં ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટથી હરાવ્યું છે. ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 205 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 207 રન બનાવી જીત મેળવી હતી.