Short News

લ્યો બોલો, અહીં ગર્લફ્રેન્ડ મળે છે ભાડે, કિંમત માત્ર રૂપિયા 10

લ્યો બોલો, અહીં ગર્લફ્રેન્ડ મળે છે ભાડે, કિંમત માત્ર રૂપિયા 10

ચીન પોતાના અવનવા ગતકડાથી હંમેશા ચર્ચામાં રહ્યુ છે. જેમાં ચીનના દક્ષિણ ભાગમાં આવેલા ધ વાઇટલિટી સિટી શોપિંગ કોમ્પ્લેક્સમાં ગર્લફ્રેન્ડ ભાડે આપવાનું શરૂ કર્યું છે, અહીં મોલની બહાર સુંદર યુવતીઓ ઉભી રાખવામાં આવે છે. જેમાંથી કોઈ એક યુવતીને પસંદ કરી માત્ર રૂપિયા 10માં તેને 20 મિનિટ ગર્લફ્રેન્ડ બનાવી મોલમાં ગમે ત્યાં ફેરવી શકો શકો છો.
કર્ણાટકઃ યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું કર્યુ સુપરત

કર્ણાટકઃ યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું કર્યુ સુપરત

મુખ્યમંત્રી પદના શપથ લેનારા બીએસ યેદિયુરપ્પાએ આજે ગૃહમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. રાજીનામાની જાહેરાત બાદ તેઓ તરત જ ગૃહથી સીધા રાજ્યપાલની ઓફિસ જઈને મુખ્યમંત્રી પદથી રાજીનામું સુપરત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ભાજપની બહુમતી સાબીત કરવા માટે આજે સાંજે 4 વાગ્યો સુધીનો સમય આપ્યો હતો.
કર્ણાટકના રાજ્યપાલ પદેથી વજુભાઈ આપી દેશે રાજીનામુ!

કર્ણાટકના રાજ્યપાલ પદેથી વજુભાઈ આપી દેશે રાજીનામુ!

મુખ્યમંત્રી પદના શપથ લેનારા બી એસ યેદિયુરપ્પાએ ફ્લોર ટેસ્ટ પહેલા બહુમત સાબીત ના કરી શકતા રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધા બાદ હવે કર્ણાટકના રાજ્યપાલ પદેથી વજુભાઇ વાળા રાજીનામું આપી દે તેવી શક્યતાઓ છે. હંમેશા સફેદ ડ્રેસ કોડમાં સજ્જ વજુભાઈ કર્ણાટકના રાજ્યપાલ તરીકે ડાગ લાગી ગયાનું ભાજપના નેતાઓ પણ માની રહ્યા છે ત્યારે નૈતિકતાના ધોરણે તે રાજીનામું આપી શકે છે.
BSNLએ માત્ર 98 રૂપિયામાં લોન્ચ કરી શાનદાર ઓફર, જાણો કેટલો મળશે ડેટા

BSNLએ માત્ર 98 રૂપિયામાં લોન્ચ કરી શાનદાર ઓફર, જાણો કેટલો મળશે ડેટા

ટેલીકોમ કંપનીમાં વધી રહેલી હરિફાઈમાં હવે બીએસએનએલ પાછળ નથી. બીએસએનએલ કંપનીએ નવા ‘ડેટા સુનામી' ઓફરની જાહેરાત કરી છે. જેમાં કંપની દ્વારા માત્ર 98 રૂપિયામાં 1.5 જીબી ડેટા આપવામાં આવશે, આ ઓફરની વેલિડિટી 26 દિવસની રહેશે. ‘વર્લ્ડ ટેલિકોમ ડે' ના અવસર પર આ ઓફર લોન્ચ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કંપનીએ 10 દિવસની વેલિડિટી માટે 39 રૂ. નો પ્લાન લોન્ચ કર્યો હતો.