Short News

ખાલી આઇસક્રીમ ખાવા માટે હેવમોર કંપની આપે છે અધધ પગાર

ખાલી આઇસક્રીમ ખાવા માટે હેવમોર કંપની આપે છે અધધ પગાર

આઇસક્રીમ બનાવતી જાણતી કંપની હેવમોર હાલ ચીફ ટેસ્ટિંગ ઓફિસર માટે એક નોકરીની જાહેરાત મૂકી છે. જેમાં તમારે આઇસક્રીમ ખાઇને કંપનીને તેના વિષે ડિટેલ આપવી પડશે. આ કરવા માટે કંપની તમને 10 -20 હજાર નહીં કુલ 40,000નો પગાર આપશે. આ એક પાર્ટ ટાઇમ જોબ છે. માટે તમે ખાલી સમયે બીજું કંઇ કામ પણ કરી શકો છો. તમે https://havmor.com/thecoolestsummerjob લિંક પર જઇને જાણી શકો છો.
પાકિસ્તાન સરકાર 120 વર્ષ જૂના હિન્દુ મંદિરની કાયાપલટ કરશે

પાકિસ્તાન સરકાર 120 વર્ષ જૂના હિન્દુ મંદિરની કાયાપલટ કરશે

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે.
ભારતનું ઓનલાઇન માર્કેટ 3 વર્ષમાં 6.7 લાખ કરોડ સુધી પહોંચશે

ભારતનું ઓનલાઇન માર્કેટ 3 વર્ષમાં 6.7 લાખ કરોડ સુધી પહોંચશે

ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ વધતા ઓનલાઇન શોપિંગનો વ્યાપ પણ વધ્યો છે. કન્સલ્ટિંગ ફર્મ રેડસીઅર ઈન્ડિયાના એક રીપોર્ટમાં કરવામાં આવેલા અનુમાન અનુસાર વર્ષ 2020 સુધી આશરે 100 અબજ ડોલર એટલે કે 6.7 લાખ કરોડ રુપિયાની પાર પહોંચે તેવી શક્યતા છે, જેનો ગ્રોથરેટ 25 ટકાની આસપાસ હશે. 2017 સુધી 50 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ સાથે ભારત સૌથી વધારે ગ્રોથ કરનારા દેશો પૈકી એક છે.
રૉયલ રિસેપ્શનમાં પણ પ્રિયંકા ચોપરાએ છોડી યાદગાર છાપ

રૉયલ રિસેપ્શનમાં પણ પ્રિયંકા ચોપરાએ છોડી યાદગાર છાપ

ઇંગ્લેન્ડના પ્રિન્સ હેરી અને એક્ટ્રેસ મેઘન મર્કેલના રિસેપ્શનમાં પણ બોલીવુડ દિવા પ્રિયંકા ચોપરાએ યાદગાર છાપ છોડી છે. આ રિસેપ્શનમાં માત્ર 200 સેલિબ્રિટીઝને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ચોપડાએ રોયલ રિસેપ્શન માટે ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું. રોયલ રિસેપ્શનને પ્રિન્સ ઓફ વેલ્સ અને હૈરીના પિતાએ લંડન ખાતે હોસ્ટ કર્યું હતું.