Short News

જાણો : એપ્રિલ 17, 2018નું રાશિફળ

જાણો : એપ્રિલ 17, 2018નું રાશિફળ

વિવિધ ગ્રહોની ચાલ આજે વિવિધ રાશિના જાતકો પર કેવી અસર કરશે, તેમનો કેવો પ્રભાવ પાડશે તે જાણવું નિર્ણયો લેવા માટે મહત્વનું છે. તેના આધારે વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપના માટે કયો રંગ શુંભ રહેશે જાણવા વધુ વાંચો લિંક પર ક્લિક કરો.
પરીક્ષા ટાણે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યુ છે ફિલ્મનું શુટિંગ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

પરીક્ષા ટાણે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યુ છે ફિલ્મનું શુટિંગ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

ગુજરાત યુનિવર્સિટી ફરી વાર વિવાદમાં ફસાઈ છે. યુનિ. કેટલોક ભાગ નજીવી રકમ માટે ભાડે આપ્યો છે. હેરિટેજ ટાવર ગણાતા યુનવર્સિટીમાં હાલ એક ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. જેને લઈ કુલપતિ, રજિસ્ટ્રારની ઓફિસ, પરીક્ષા વિભાગ અને એકેડેમિક વિભાગમાં જવાની કોઈને પણ મંજૂરી નથી. ત્યારે પરીક્ષાઓના ટાણે જ વિદ્યાર્થીઓ ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ છોડ કરશે તમારી તમામ મનોકામના પૂર્ણ

આ છોડ કરશે તમારી તમામ મનોકામના પૂર્ણ

મનીપ્લાંટ એક એવો છોડ છે જે તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે. તે માટે તમે તમારા ઘર ઓફિસ કે દુકાનમાં મનીપ્લાંટને માટીમાં દક્ષિણ દિશામાં લગાવો. તેને રોજ પાણી અને બે ચમચી કાચુ દુધ ચડાવો. તેમજ તમારી મનોકામના કહો. જે વ્યક્તિ પાસેથી પૈસા નિકળતા હોય તેની વિગત કાર્ડમાં લખી સોમવારે તે કાર્ડને મનીપ્લાન્ટની માટીમાં દાટી દો. યાદ રાખો છોડને ચોરી કરી લગાવશો નહિં.
Hero લોન્ચ કરશે સૌથી સસ્તી સાઇકલ, કિંમત જાણીને ચોંકી જશો

Hero લોન્ચ કરશે સૌથી સસ્તી સાઇકલ, કિંમત જાણીને ચોંકી જશો

સાઇકલ બનાવનાર અગ્રણી કંપની હીરો સાઇકલ્સ લિમિટેડે જાહેરાત કરી કે આગામી બે મહિનામાં સૌથી સસ્તી સાઇકલ લોન્ચ કરશે. સાઈકલ વિશે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પંકજ મુંજાલે સાઈકલ વિશે જાણકારી આપતા કહ્યુ છે કે, આ સાઈકલની કિંમત આશરે 2,800 અથવા તેનાથી ઓછી પણ રાખવામાં આવી શકી છે. મંજાલનું કહેવું છે કે તેનુ લક્ષ્ય દેશના લોકોને સસ્તી સાઈકલ પૂરૂ પાડવાનું છે.