Short News

આંખોનું તેજ વધારવામાં ગુણકારી છે શક્કરટેટી

આંખોનું તેજ વધારવામાં ગુણકારી છે શક્કરટેટી

શક્કરટેટીમાં ફેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જેને ખાવાથી વજન વધવાનો કોઈ ડર રહેતો નથી. આ ઉપરાંત તેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધુ હોય છે અને તે શરીરની ઊર્જા વધારમાં ઉપયોગી થાય છે. તેનુ સેવન કરવાથી પેટ પણ ભર્યુ ભર્યુ લાગે છે. શક્કરટેટી માં વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે આંખોનું તેજ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
આવું લખાણવાળા સ્ટીકર્સ લગાવેલા ફળો બની શકે છે જીવલેણ

આવું લખાણવાળા સ્ટીકર્સ લગાવેલા ફળો બની શકે છે જીવલેણ

ફ્રુટ ખરીદતા પહેલા તેના પરના સ્ટીકર નંબર વાંચો. બારકોડની ઉપર લખેલો નંબર સામાન્ય રીતે 4 આંકડાનો બનેલો હોય છે. જો આ નંબર 4 અથવા 3 નંબરથી શરુ થતો હોય તો તેનો મતલબ છે કે આ ફ્રૂટના ઉત્પાદન અને પકાવવામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે જો આ નંબર 9ના આંકથી શરુ થતો હોય તો તે ફળ પૂર્ણરુપે જૈવિક એટલે કે ઓર્ગેનિક છે.
IPLની ક્લોઝિંગ સેરેમનીમાં સલમાન-રણબીર કપૂર આપશે પરફોર્મન્સ

IPLની ક્લોઝિંગ સેરેમનીમાં સલમાન-રણબીર કપૂર આપશે પરફોર્મન્સ

બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ પહેલા બે કલાકનો એક 'પ્રીલ્યૂડ'ની મેજબાની કરશે. આ જશ્નમાં સલમાન ખાન, જેકલીન કર્નાન્ડીઝ, કરીના કપૂર અને સોનમ કપૂર સામેલ થશે. આ સમારોહને 'ક્રિકેટ ફાઈનલ્સ પાર્ટી તો બનતી હૈ' નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાદ આઈપીએલ 2018 ફાઈનલ મેચ રમાશે. આ પ્રસારણ 27મેના દિવસે સ્ટાર ઈન્ડિયા નેટવર્ક પર થશે.
શિંગોડા ડેમ ઉંડો કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં PIL થઈ

શિંગોડા ડેમ ઉંડો કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં PIL થઈ

ગુજરાત સરકાર દ્વારા જળસંચય અભિયાન અંતર્ગત ગીર નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમને ઉંડો કરવાની ચાલી રહેલી કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન(PIL)-જાહેર હિતની અરજી થઇ છે. રાજકોટનાં પર્યાવરણ પ્રેમી શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના વકીલ નંદીશ ઠક્કર મારફતે કરાયેલી જાહેર હિતની અરજી મામલે હાઇકોર્ટ બુધવારે સુનાવણી હાથ ધરે તેવી શક્યતા છે.