Short News

નવો ફેશન ટ્રેન્ડ, નખ પર ઉગાડી રહ્યા છે ‘દાંત’, 'ફ્રુટ્સ'

નવો ફેશન ટ્રેન્ડ, નખ પર ઉગાડી રહ્યા છે ‘દાંત’, 'ફ્રુટ્સ'

નખ સુંદર દેખાડવા માટે મહિલાઓ નેલ-આર્ટ કરે છે. હવે નેલ આર્ટમાં નવો ટ્રેન્ડ આવ્યો છે. સોશિયલ મીડિયામાં નખનું નેઇલ આર્ટ આવ્યું છે. નખ પર એવી રીતે નેઈલ આર્ટ કરવામાં આવ્યું છે જે દાંત હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ ફ્રુટ્સને પણ નખ ઉપર લગાવે છે. સારા ક્લાર્ક નામની એક નેલ આર્ટિસ્ટે એક ક્લાઈંટના નખ પર બેબી સ્કેન પેઈન્ટ કર્યું.
ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટર પર ટીકાકારોને બ્લોક કરી શકશે નહીં : કોર્ટનું ફરમાન

ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટર પર ટીકાકારોને બ્લોક કરી શકશે નહીં : કોર્ટનું ફરમાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે twitter પર પોતાના કોઈ પણ વિવેચકને બ્લોક કરી શકશે નહીં. મેનહટનમાં અમેરિકી જિલ્લા જજ નાઓમી રીઈસ બુકવાલ્ડે આ આદેશ આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ twitter પર ઘણા સક્રિય છે. વારંવાર તે પોતાના twitter એકાઉન્ટ પર વિવાદિત ટ્વીટ કરે છે. જે બાદ ક્યારેક-ક્યારેક તેમને ટીકાઓનો સામનો કરી ટીકા કરનારના એકાઉન્ટ બ્લોક કરી દેતા હતા.
વૈશ્વનોદેવીના જંગલમાં લાગી આગ, હજારો યાત્રાળુઓ ફસાયા

વૈશ્વનોદેવીના જંગલમાં લાગી આગ, હજારો યાત્રાળુઓ ફસાયા

ઉત્તરાખંડનાં જંગલોમાં ફેલાયેલી આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગ સતત ફેલાતી જઈ રહી છે, જેને કારણે ચાર દિવસનો રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી મંદિરની નજીક સુધી આગની જ્વાળા પહોંચી ગઈ છે. ત્રિકુટા પહાડ આગના ધુમાડામાં ઢંકાઈ ગયો છે. આ કારણે હજારો શ્રદ્ધાળુઓ અધવચ્ચે ફસાઇ ગયા છે.
ગુજરાતી કેપ્ટન સ્પેલિંગ ભૂલથી ઇરાનની જેલમાં બંધ

ગુજરાતી કેપ્ટન સ્પેલિંગ ભૂલથી ઇરાનની જેલમાં બંધ

ઇરાનની જેલમાં બીમારીથી પીડિત માંડવીના સલાયાના કેપ્ટને પોતાના પરિવારને મળવાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી છે. પિતાના નામમાં સ્પેલિંગની સામાન્ય ભૂલના કારણે તેને જેલમાં જવું પડ્યું. પરંતુ પછી તેની જેલની સજા તો માફ થઇ ગઇ, પરંતુ તેને 58 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. હતો. દંડ ન ભરવાના લીધે જેલમાં બંધ છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more