Short News

જ્યોતિષ શાસ્ત્ર: સૌથી સારી પત્ની મનાય છે આ રાશિની સ્ત્રીઓ

જ્યોતિષ શાસ્ત્ર: સૌથી સારી પત્ની મનાય છે આ રાશિની સ્ત્રીઓ

જ્યારે પણ લગ્નની વાત આવે છે ત્યારે આપણને બધાને એક પરફેક્ટ જીવનસાથીની આશા હોય છે. આજે પત્નીની વાત કરીએ તો આ રાશિઓની સ્ત્રીઓ સારી જીવન સંગિની બની શકે છે. જેમાં મેષ, સિંહ, કર્ક, વૃશ્ચિક અને ધન રાશિનો સમાવેશ થાય છે. આ રાશિની સ્ત્રીઓ માટે પતિ તેમનું સર્વસ્વ હોય છે. તેમને ખુશ રાખવા તેઓ તમામ પ્રયત્નો કરે છે. પતિ ઉપરાંત સમગ્ર કુટુંબને જોડી રાખવાના પ્રયત્ન કરે છે.
લોકસભા 2019માં ભાજપના મિશન 400 માટે પડકાર સમાન હશે સાઉથ?

લોકસભા 2019માં ભાજપના મિશન 400 માટે પડકાર સમાન હશે સાઉથ?

કર્ણાટકમાં માત્ર 48 કલાકમાં જ ભાજપ સરકારના રામ રમી ગયાં. બહુમત સાબિત કરવાના ઠીક પહેલાં પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દેતાં અહીં કોંગ્રેસ-જેડીએસની સરકાર બનવા જઈ રહી છે. લોકસભા 2019ની ઠીક પહેલાં દક્ષિણ ભારતના એક મહત્વના રાજ્યમાં ભાજપને મળેલી હાર તેમના માટે મિશન 2019માં ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપના મિશન 400માં દક્ષિણ ભારત પડકાર આપશે?
ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં અમદાવાદનાં 3 સહિત 7 યુવકની ધરપકડ

ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં અમદાવાદનાં 3 સહિત 7 યુવકની ધરપકડ

ગેરકાયદેસર સિંહ દર્શન કરતા 7 શખ્સો પકડાયા છે. આ 7 પૈકી 3 શખ્સો અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે આ તમામ શખ્સોને આજે ગીર ગઢડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ગીર ગઢડાના બાબરીયા રેન્જના જંગલ વિસ્તારમાંથી પકડાયા 7 શખ્સોને જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
બિટકોઇન કૌભાંડના ભાગેડુ નલિન કોટડિયાના દેશભરમાં લગાવાશે વોન્ટેડ પોસ્ટર્સ

બિટકોઇન કૌભાંડના ભાગેડુ નલિન કોટડિયાના દેશભરમાં લગાવાશે વોન્ટેડ પોસ્ટર્સ

બિટકોઈન તોડપાણી કાંડમાં ભૂતપૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને કોર્ટ દ્વારા ભાગેડૂ જાહેર કરાયા બાદ CID ક્રાઇમ દેશભરમાં કોટડિયાના વોન્ટેડ પોસ્ટર લગાવવા તૈયારી કરી રહ્યું છે. CID અધિકારીઓએ કહ્યું કે, ‘અમે શૈલેષ ભટ્ટ કિડનેપિંગ સાથે કોટડિયા લિંક અને સુરત લિંકને જોડતી કડીઓ ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે કદાચ આ 1300 કરોડના બિટકોઈન કૌભાંડ પરથી પડદો ઉઠી શકે છે.'