Short News

પ્લેનના ટોઇલેટ સાફ કરતો યુવાન બની ગયો એરલાઇન્સનો માલિક

પ્લેનના ટોઇલેટ સાફ કરતો યુવાન બની ગયો એરલાઇન્સનો માલિક

સફળતા મહેનત માંગે છે. બ્રિટનમાં રહેતા કાઝી રહેમાને પોતાની મહેનત અને લગનથી એવી સફળતા મેળવી કે પ્લેનના ટોઇલેટ ક્લિનર બોયથી કામની શરૂઆત કરનારા તેઓ આજે એરલાઇન્સના માલિક બનવા જઇ રહ્યા છે. કાઝી રહમાનની એરલાઈન્સનું નામ છે ફિરનાસ એરવેઝ (Firnas Airways). પોતાની પહેલી ઉડાન સાથે ફિરનાસ એરવેઝ શરિયત કાયદા પર ચાલનારી બ્રિટનની પહેલી એરલાઈન્સ છે.
જાણો : ગુજરાતમાં કેટલો વરસાદ પડે તો સારું ચોમાસું કહેવાય?

જાણો : ગુજરાતમાં કેટલો વરસાદ પડે તો સારું ચોમાસું કહેવાય?

ગુજરાતમાં સરેરાશ 810 મિલિમીટર (31 ઇંચ) વરસાદને 100 ટકા વરસાદ થયો કહેવાય. હવામાન નિષ્ણાંત અંકિત પટેલ અનુસાર, "જો 97થી 104 ટકા વરસાદ પડે તેને સામાન્ય કહેવાય છે. 104થી 110 ટકાની આસપાસને સામાન્ય કરતાં થોડો વધુ વરસાદ કહેવાય છે. જો ચોમાસાની ઋતુમાં 110 ટકાથી વધારે વરસાદ પડે તો અતિવૃષ્ટિ થાય છે. જેનાં ગંભીર પરિણામો આવી શકે છે. 90 ટકાથી ઓછો વરસાદ દુષ્કાળ કહેવાય."
શ્રીદેવીને પસંદ ન હતી જ્હાનવીની આ વાત

શ્રીદેવીને પસંદ ન હતી જ્હાનવીની આ વાત

જાહ્નવી કપૂરનું નિકનામ જાન છે. જે તેની માતા શ્રીદેવીએ રાખ્યું હતું. જાહ્નવી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો ભાગ બને તે માતા શ્રીદેવી ઈચ્છતી નહોતી. તે ઈચ્છતી હતી કે જાહ્નવી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કરતાં લગ્ન કરે અને પોતાનું ઘર વસાવી દે. જાહ્નવીને સાઉથ ઈન્ડિયન અને ઈટાલિયન ફૂડ ખૂબ જ પસંદ છે. તેને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને ‘હમ દિલ દે ચૂકે સનમ' ખૂબ જ પસંદ છે.
ડૉક્ટર બનવા રશિયા કેમ નથી જઇ રહ્યા ભારતીય વિદ્યાર્થીઓ?

ડૉક્ટર બનવા રશિયા કેમ નથી જઇ રહ્યા ભારતીય વિદ્યાર્થીઓ?

રશિયામાં મેડિસિનમાં અભ્યાસ કરીને ડૉક્ટર બનનારા ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ્સું ઘટી ગયું છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓએ પ્રથમ એક વર્ષ માત્ર રશિયન ભાષા શીખવાની હોય છે ત્યાર બાદ 6 વર્ષ સુધી મેડિકલ અભ્યાસ કરવાનો હોય છે. ભારતમાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ એક પરીક્ષા પાસ કરે ત્યાર પછી જ અહીં તેમને પ્રેક્ટિસ કરવાની છૂટ છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more