Short News

શું તમે એક પળ પણ સ્માર્ટફોન વગર નથી રહી શકતા? તો વાંચો અહીં

શું તમે એક પળ પણ સ્માર્ટફોન વગર નથી રહી શકતા? તો વાંચો અહીં

શું તમે એક પળ માટે પણ સ્માર્ટ ફોન વગર નથી રહી શકતા તો તમારા માટે એ જાણવુ જરૂરી છે કે, સ્માર્ટફોનનું વળગણ ધરાવતા લોકોના મગજના ચેતાતંતુઓનું નેટવર્ક અફીણ કે અન્ય ડ્રગ્સ લેતા નશાખોરોના મગજના નેટવર્કની જેમ જ વર્તે છે. એક અભ્યાસ મુજબ વધુ પડતા સ્માર્ટફોનના ઉપયોગના લીધે મગજના ન્યુરોન્સના વાયરિંગમાં ગરબડ થાય છે, જેમ ડ્રગ્સથી મગજ હેંગ થાય એવો જ અનુભવ થાય છે.
IPL 2018 : Match 24 : RCBvCSK : ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટે હરાવ્યું

IPL 2018 : Match 24 : RCBvCSK : ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટે હરાવ્યું

IPLની 11મી સીઝનની 24મી મેચમાં આજે બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલામાં ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટથી હરાવ્યું છે. ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 205 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 207 રન બનાવી જીત મેળવી હતી.
ફિલ્મ 'વીરે દી વેડિંગ'નું ટ્રેલર થયું લોન્ચ
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/IZODr96ZRCc" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

ફિલ્મ 'વીરે દી વેડિંગ'નું ટ્રેલર થયું લોન્ચ

ફિલ્મ ‘વીરે દી વેડિંગ' દ્વારા કરીના કપૂર બે વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા દ્વારા અભિનીત આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરી દેવાયું છે. આ ખાસ અવસરે ફિલ્મની બધી એક્ટ્રેસ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ ચાર બિન્દાસ્ત બહેનપણીઓની વાત છે જે લગ્નના નામથી ભાગે છે.
આસારામના 400 આશ્રમો, જમીન, અબજોનું સામ્રાજ્ય આ લોકો સંભાળશે

આસારામના 400 આશ્રમો, જમીન, અબજોનું સામ્રાજ્ય આ લોકો સંભાળશે

આસારામ ઉર્ફે આસુમલ તાઉમલ હરપલાણીને સગીરાના યૌનશોષણ કેસમાં મૃત્યુપર્યંત કેદની સજા મળી છે. યુકે, યુએસએ, હોંગકોંગ, કેનેડા સુધી 400 કરતા વધુ આશ્રમોના તેમના નેટવર્ક અને આ નેટવર્કથી ચલાવાતા રૂ. 20,000 કરોડથી વધુના સામ્રાજ્યને તેમનો પુત્ર નારાયણ જેલમાં રહેતા સંભાળી શકશે નહીં. હવે આ કારોબાર આસારામની પુત્રી ભારતી અને તેમનો જમણો હાથ ગણાતા ઉદય સાંઘાણી સંભાળી શકે છે.