Short News

14 એપ્રિલથી સૂર્ય મેષ રાશિમાં, રાશિઓ પર કંઈક આવી રહેશે અસર

14 એપ્રિલથી સૂર્ય મેષ રાશિમાં, રાશિઓ પર કંઈક આવી રહેશે અસર

14 એપ્રિલે સૂર્યનું ગોચર મેષ રાશિમાં થવા જઈ રહ્યુ છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય આત્મા, પિતા, પૂર્વજ, ઉચ્ચ સરકારી નોકરી, પદ-પ્રતિષ્ઠા અને માન-સન્માનનો કારક ગ્રહ મનાય છે. સૂર્યના શુભ પ્રભાવથી જીવનના દરેક ક્ષેત્રે સફળતા હાંસલ થાય છે. 14 એપ્રિલ 2018 શનિવારે સૂર્ય સવારે 8.28 વાગ્યે મીન રાશિમાંથી નીકળી મેષ રાશિમાં પ્રવેશ કરશે.
Wow : કાશ્મીરમાં હવે ચાલશે આવી ખાસિયતો ધરાવતી કાચની ટ્રેન

Wow : કાશ્મીરમાં હવે ચાલશે આવી ખાસિયતો ધરાવતી કાચની ટ્રેન

કાશ્મીરની ઘાટીઓની આહલાદક સુંદરતા પ્રવાસીઓ માણી શકે તે માટે રેલવે ખાસ પારદર્શક કોચ બનાવ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરનારા ફક્ત બંને બાજુ જ નહીં પરંતુ છત પરથી પણ નજારો જોઈ શકશે. રેલવે વિભાગ હવે માત્ર રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોવે છે. આ પ્રકારનો કોચ પહેલા જ કાશ્મીર પહોંચાડી દેવાયો છે અને ટ્રાયલ પણ પૂર્ણ કરાઈ છે. સૌથી પહેલા ટ્રેનને બડગામ-શ્રીનગર રૂટ પર ચલાવાશે.
તરબુચ મીઠું હશે કે ફિક્કું? આ રીતે ચકાસો

તરબુચ મીઠું હશે કે ફિક્કું? આ રીતે ચકાસો

ઉનાળો આવે એટલે તરબુચ સાથે લાવે. તરબુચ ખરીદનારાનો સામાન્ય પ્રશ્ન એ જ હોય છે કે તરબૂચ મીઠું હશે કે નહીં? તરબૂચ પર પીળા ડાઘ હોય તો તેનો અર્થ છે કે તેને ખેતરોમાં તડકામાં સારી રીતે પકવવામાં આવ્યું છે. એક સાઇઝના બે તરબૂચમાંથી જે વધારે વજનવાળું હશે તે વધારે રસદાર અને મીઠું હશે. શક્ય હોય ત્યાં સુધી ઓવલ શેપનું તરબૂચ જ ખરીદો. તેમાં મીઠાશ વધારે હોવાની શક્યતા હોય છે.
ઇ-વે બિલમાં ગુજરાત બન્યું નંબર વન

ઇ-વે બિલમાં ગુજરાત બન્યું નંબર વન

ઈ-વે બિલ કાઢવાના મામલે 10 રાજ્યોનો ભાગ 83 ટકા છે અને ગુજરાત તેમાં સૌથી આગળ છે. માલ અને સેવા કર નેટવર્ક (જીએસટીએન)એ જણાવ્યું કે છેલ્લા 3 અઠવાડિયા દરમિયાન જેટલી ઈ-વે બિલ કાઢવામાં આવ્યાં છે તેમાં 83 ટકા દેશના 10 રાજ્યોનો ભાગ છે. કુલ 1.84 કરોડ ઈ-વે બિલમાંથી 34.41 લાખ સાથે ગુજરાત પ્રથમ, 26.23 લાખ સાથે કર્ણાટક બીજા અને 21.06 લાખ સાથે મહારાષ્ટ્ર ત્રીજા નંબરે છે.